હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશ નર્મદા કેનાલમાં ફેંકી દીધીઃ પોલીસને કહયું અકસ્માતમાં ફંગોળાતા ડુબી ગઇ'તી!
અન્ય યુવતી સાથેના અફેરના કારણે પતિએ યુર્વયોજીત કાવત્રુ રચ્યુ'તું : ખેડા એસપી વિજય પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલ કઠલાલના પીઆઇ આર.કે.ગોહીલ તથા ટીમે પર્દાફાશ કર્યો

રાજકોટ, તા., ૨૦ : ખેડા-નડીયાદ જીલ્લાના કઠલાલ વિસ્તારમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશ નર્મદા કેનાલમા ફેંકી દીધા બાદ પતિએ પોલીસ સમક્ષ અકસ્માતમાં ફંગોળાતા પત્ની નર્મદા કેનાલમાં ડુબી જતા મોતને ભેટયાની ખોટી સ્ટોરી ઉભી કરવાનો પુર્વયોજીત કાવત્રાનો કઠલાલ પોલીસે પર્દાફાશ કરી હત્યારા પતિને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૪-પ-ર૦ર૬ના રોજ આરોપી નરેશ ગણપતભાઇ પરમાર (ઉ.વ.૩૦) (રહે. નીજામીયા, તા. કપડવંજ, જી. ખેડા)એ કઠલાલ પોલીસમાં એવી ફરીયાદ કરી હતી કે, લસુંદરા ખાતે આવેલ નર્મદા મુખ્ય કેનાલના રોડ ઉપર પોતે તથા તેની પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.ર૭) તેના બહેનના ઘરે શ્રીમંતના પ્રસંગમાંથી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા સફેદ કલરના પીકઅપ વાહન ચાલકે પોતાના બાઇકને અડફેટે લેતા પાછળ બેઠેલ પત્ની લક્ષ્મીબેન ફંગોળાઇ જઇ નર્મલા કેનાલના પાણીમાં ડુબી જતા મોત થયાની જાણ કરી હતી.
આ બનાવ અંગે કઠલાલ પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરતા અને બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ ચકાસતા અકસ્માતનો બનાવ શંકાસ્પદ હોવાની શંકા જતા અગાઉ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલ અને હાલ કઠલાલ પીઆઇ આર.કે.ગોહીલ, પીએસઆઇ બી.જી.ચાવડા, પીએસઆઇ જે.વી.કુકલ તથા ટીમે ખેડા એસપી વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એ.સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને શકમંદ પતિ નરેશ પરમારને પોલીસ મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા અને આ બનાવ અકસ્માતનો નહિ પણ હત્યાનો હોવાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસ સમક્ષ આરોપી પતિ નરેશ પરમારે એવી કેફીયત આપી હતી કે તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને તે બાબતે પત્ની લક્ષ્મી સાથે અવારનવાર ઝઘડા થતા હોય પત્નીને મોતને ઘાટ ઉતારવા પુર્વયોજીત કાવત્રુ રચ્યું હતું અને પોતે શંકાના દાયરામાં ન આવે તે રીતે પ્લાન બનાવ્યો હતો. તેના બહેનના ઘરેથી પરત ફરતી વખતે કપડવંજ ગામની સીમમાં આવેલ ગૌચરમાં પત્ની લક્ષ્મીને લઇ જઇ મોંમા રૂમાલનો ડુચો મારી પોતાની પાસે રહેલ બ્લેડથી ગળાના ભાગે ચેકા મારી પત્ની લક્ષ્મીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તેની લાશને કોથળામાં ભરી પોતાના બાઇક ઉપર લઇ જઇ લસુંદરા ખાતે આવેલ નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધી હતી. કઠલાલ પોલીસે હત્યા તથા પુરાવાનો નાશ અને પોલીસને ખોટી માહીતી આપવા સબબની કલમનો ઉમેરો કરી હત્યારા પતિ નરેશ પરમારની ધરપકડ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
