હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘તું કાળી છે' કહી પતિએ શારીરિક સંબંધ ન બાંધ્યો, પત્નીએ પતિની ‘ગંદી આદતો'નો કોર્ટમાં ભાંડો ફોડતા છૂટાછેડા મંજૂર
ફેમિલી કોર્ટે પીડિત પત્નીની કેફિયત, પુરાવા ગ્રાહ્ય રાખી હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન વિચ્છેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો : પોર્ન એડિકટ પત્નિ સાથે જાતીય સંબંધ બાંધવાના સ્થાને સ્વયં સુખ માણતો હતો

અમદાવાદ તા.૧૯: આજના આધુનિક યુગમાં પણ લગ્ન વિવિકૃત જેવા પવિત્ર સંબંધો પાછળ કેવા વિકૃત અને ચોંકાવનારા કારણો જવાબદાર હોઈ શકે છે, તેનો એક કિસ્સો ઉનાની ફેમિલી કોર્ટમાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની એક શિશિકા પત્નીએ અમદાવાદમાં રહેતા પતિની માનસિક નપુંસક્તા (ઈરેક્ટાઈલ ડિસફંક્શન), પોર્ન ફિલ્મ જોવાની ગંદી આદત અને કાળા રંગના નામે થતા માનસિક ત્રાસથી કંટાળીને આખરે છૂટાછેડા મેળવી લીધા છે. ઉનાના ફેમિલી જજ ટી.જે, દેવડાની કોર્ટે તમામ પુરાવા અને વોટ્સએપ ચેટ્સને ગ્રાહ્ય રાખીને પત્નીની તરફેણમાં લગ્ન વિચ્છેદનું હુકમનામું જાહેર કર્યું છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું કે પતિ પત્ની પ્રત્યેની વૈવાસિક અને શારીરિક ફરજો બજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. સામા પક્ષે પતિ કે તેના વકીલ પત્નીના આ ગંભીર આક્ષેપોનું ખંડન કરી શક્યા ન હતા. તેમનવગુજરાત સમય જણાવે છે.
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની વતની અને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજવતી ૩૧ વર્ષની મોના (નામ બદલ્યું છે) ના લગ્ન ૧૩ મે ૨૦૨૧ના રોજ અમદાવાદના ૨૮ વર્ષીય મનોજ સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ધામપૂમથી થયા હતા. લગ્ન બાદ શિક્ષિકા પત્ની પોતાના સાસરે ગઈ ત્યારે શરૂઆતથી જ પતિનો વ્યવહાર પત્ની પ્રત્યે અતડો અને ઉદાસીન રહ્યો હતો. લગ્નના લાંબા સમય બાદ પણ પતિએ પત્ની સાથે એક પણ વાર શારીરિક સંબંધ ભાષ્યો ન હતો. પત્નીએ જ્યારે આ બાબતે પ્રેમથી પૂછપરછ કરી ત્યારે પતિએ પોતાની ખામીઓ છુપાવવા માટે પત્નીના રંગ પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું હતું, 'તું કાળી છે એટલે ગમતી નથી' કહી સાસુ-જેઠે પણ મહેણાં માર્યા હતા. પતિની આવી હરકતોથી કંટાળી પીડિત શિક્ષિકાએ એડવોકેટ એચ.એચ. સોની મારફતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા માટે અરજી કરી હતી. પત્નીએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે, લગ્નજીવન બચાવવા માટે તેણે પતિના ભાઈ (જેઠ) અને સાસુ સાથે પણ વાત કરી હતી. પરંતુ સાસરિયાઓએ સુધરવાને બદલે પત્નીને જ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, ‘‘અરજદાર પત્ની કાળા રંગની છે. તેથી મને તેની સાથે જાતીય જીવન શરૂ કરવામાં કોઈ રસ નથી આટલું જ નહીં, સાસરિયાં નાની-નાની બાબતોમાં ઝઘડા કરી 'આના કરતાં તો મોટા ઘરમાંથી પૈસાવાળા મુરતિયાની વાતો આવતી હતી'' કરીને નવવધૂનું જીવવું તરામ કરી નાખ્યું હતું. પતિ પોર્ન એડિક્ટ નીકળ્યો, પત્નીના પગાર પર જલસા કરતો હતો.
શિલિકા પત્નીએ કોર્ટમાં પતિના કરતૂતોનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, તેનો પતિ આખો દિવસ પોર્ન ફિલ્મ જોવાનો વ્યસની (પોર્ન એડિક્ટ) બની ગયો હતો. તે પત્ની સાથે પવિત્ર શારીરિક સંબંધ બાંધવાને બદલે પોર્ન જોઈને સ્વયં સુખ લેવાનું વધુ પસંદ કરતો હતો. આ ઉપરાંત પતિ માનસિક ઇરેક્ટાઇલ ડિસફંક્શન (નપુંસકતા)થી પીડાતો હતો. પત્નીએ તેની તબીબી તપાસ અને ઈલાજ માટે પોતાના કમાયેલા પૈસા પણ આપ્યા હતા, છતાં પતિએ કોઈ સારવાર કરાવી ન હતી. અમદાવાદ રહેતો પતિ વાસ્તવમાં બેકાર હતો અને પત્ની સરકારી શિક્ષિકા હોવાથી તેના પગાર પર નજર રાખતો હતો. લગ્નગાળા દરમિયાન પતિએ પત્ની પાસેથી કટકે-કટકે રૂ. ૫૦,૦૦૦ પડાવી લીપા હતા, જેના બેંક સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.
પત્નીને શારીરિક સુખથી વંચિત રાખવી અને નપુંસકતા છુપાવી માનસિક ત્રાસ આપવો એ ઘોર ક્રૂરતા સમાનઃ કોર્ટ
ઉના ફેમિલી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો કે, લગ્નજીવનમાં પત્નીને શારીરિક સુખથી વંચિત રાખવી અને નપુંસકતા છુપાવી માનસિક ત્રાસ આપવો એ ઘોર ક્રૂરતા સમાન છે. કોર્ટે હિન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩ અન્વયે બંને વચ્ચેના વૈવાહિક સંબંધોને તાત્કાલિક અસરથી રદ (ડિઝોલ્વ) કરવાનો આદેશ આપી પત્નીને આ નરક સમાન લગ્નજીવનમાંથી મુક્તિ અપાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
