<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મોટા સુકાઆંબા ગામથી પરણિતા ગુમ થતા પતિએ પોલીસની મદદ માંગી

દેડિયાપાડા પોલીસે આ બાબતની નોંધ લઇ ગુમ થનાર દિવ્યાબેન ને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લના મોટા સુકાઆંબા ગામથી પરણિતા ગુમ થતા પતિ એ દેડિયાપાડા પોલીસ ની મદદ માંગી છે.
    મળતી માહિતી અનુસાર સંદિપભાઇ ચંદુભાઇ વસાવા( રહે. કાકડકુઈ બયરા ઘાટ ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ )નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ ગુમ થનાર તેમના પત્ની  દિવ્યાબેન સંદિપભાઇ ચંદુભાઇ વસાવા (ઉ.વ.૨૮)( રહે.કાકડકુઈ બયરા ઘાટ ફળીયુ તા.નેત્રંગ જી. ભરૂચ )નાઓ પોતાના પિયર મોટા સુકાંઆંબા ગામે આવેલા ત્યાંથી ગઈ તા.૧૩/૦૬/૨૦૨૬ ના રોજ ક્યાંક ચાલ્યા ગયા હોય જે આજદિન સુધી ઘણી શોધખોળ બાદ પણ મળી નહીં આવતા પતિ એ આખરે પોલીસ ની મદદ માંગી છે. દેડિયાપાડા પોલીસે આ બાબતની નોંધ લઇ ગુમ થનાર દિવ્યાબેન ને શોધવા આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(10:46 PM IST)