<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સાસણ ગીરમાં કાલે IBCA સમિટ ૨૦૨૬: ‘સિંહ સંરક્ષણ' કાર્યક્રમઃ કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવ- મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે

ઇન્‍ટરનેશનલ બિગ કેટ એલાયન્‍સ હેઠળ સિંહ સંરક્ષણ અંગે પ્રી-ઇવેન્‍ટ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજન

સાસણ ગીર, તા.૧૩: ભારતમાં ૨૦૨૬માં યોજાનાર ઇન્‍ટરનેશનલ બિગ કેટ એલાયન્‍સ (IBCA) સમિટ પૂર્વે સાસણ ગીર ખાતે ‘સિંહ સંરક્ષણ' વિષય પર પ્રી-ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ તા. ૧૪ મે, ૨૦૨૬ના રોજ સાસણ ગીર ખાતે યોજાશે.

આ તકે  કેન્‍દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી  ભૂપેન્‍દ્ર યાદવ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિતના ઉપસ્‍થિત રહેશે.

કેન્‍દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા ગુજરાત વન અને પર્યાવરણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. IBCA સમિટ ભારત ૨૦૨૬ના લોગો સાથે લાગેલા બેનરમાં સિંહ, વાઘ, ચિત્તા સહિતની મોટી બિલાડી પ્રજાતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્‍યો છે.

IBCA શું છે?

ઇન્‍ટરનેશનલ બિગ કેટ એલાયન્‍સ એ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પહેલ છે. જેનો ઉદ્દેશ્‍ય વિશ્વની ૭ મુખ્‍ય મોટી બિલાડી પ્રજાતિ - વાઘ, સિંહ, ચિત્તો, હિમ ચિત્તો, પુમા, જેગુઆર અને ચિત્તા - ના સંરક્ષણ માટે આંતરરાષ્‍ટ્રીય સહયોગ વધારવાનો છે.

ગીર એ એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્‍થાન છે. તાજેતરની ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્‍યા વધીને ૮૯૧ થઈ છે. આ પ્રી-ઇવેન્‍ટમાં સિંહ સંરક્ષણ, માનવ-વન્‍યજીવ સંઘર્ષ ઘટાડવા અને ઇકો-ટુરિઝમ જેવા મુદ્દાઓ પર ચર્ચા  છે.

(3:39 PM IST)