News of Wednesday, 25th November 2026
ત્રીજા બાળક તરીકે દિકરી જન્મી તો સમાજ કરશે ‘લક્ષ્મીનો વરસાદ'
કડવા પાટીદાર સમાજની અનોખી પહેલઃ ત્રીજા બાળક તરીકે દીકરી જન્મે તો રૂ. ૫૧ હજારનું ઈનામ આપવાનો નિર્ણય

હિંમતનગરઃ તા.૨૫: ગુજરાતના સામાજિક વર્તુળોમાં હાલ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. પાટીદાર સમાજની ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને કચ્છી કડવા પાટીદાર સમાજ દ્વારા પરિવારમાં ત્રીજા બાળકના જન્મને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, સમાજમાં ત્રીજા બાળકનો જન્મ થાય અને ખાસ કરીને ત્રીજા બાળક તરીકે દીકરીનો જન્મ થાય, તો પરિવારને રૂ. ૫૧,૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himatnagar) ખાતે આયોજિત સમૂહ લગ્ન (Mass Marriage) સમારોહમાં આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ભવિષ્ય અને વસ્તીના આંકડાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને ઉપસ્થિત સમાજજનોએ આવકાર્યો હતો. કચ્છી કડવા પાટીદાર સમાજની આ પહેલ અન્ય સમાજોમાં પણ ચર્ચાનો વિષય બની છે.
આ નિર્ણય પાછળ વિશ્વ ઉમિયા ધામની (Vishva Umiya Dham) ખાસ પહેલ રહેલી છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી. પટેલ (R.P. Patel) દ્વારા પાટીદાર સમાજની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરીને પરિવારમાં વધુ સંતાનો માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. કચ્છ કડવા પાટીદાર સમાજે વિશ્વ ઉમિયા ધામની આ પહેલને સહર્ષ સ્વીકારી લીધી છે અને તેને જમીની સ્તરે અમલમાં મૂકવા માટે ઈનામી યોજના જાહેર કરી છે.જાહેરાત મુજબ, કચ્છી કડવા પાટીદાર સમાજમાં ત્રીજું બાળક જન્મે ત્યારે પ્રોત્સાહન સ્વરૂપે રૂ. ૫૧ હજારનું ઈનામ આપવામાં આવશે. ખાસ કરીને જો ત્રીજા બાળક તરીકે દીકરીનો જન્મ થાય, તો પરિવારને રૂ. ૫૧ હજારની ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ નિર્ણયથી એક તરફ સમાજમાં ઘટતી વસ્તીના પ્રશ્નને ઉકેલવામાં મદદ મળશે, તો બીજી તરફ દીકરીના જન્મને પણ મોટું પ્રોત્સાહન મળશે.
પાટીદાર સમાજમાં છેલ્લા કેટલાક સમયથી એક જ સંતાન રાખવાના વધતા ટ્રેન્ડને કારણે વસ્તી સંતુલન ખોરવાઈ રહ્યું હોવાની ચિંતા સામાજિક અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં હિંમતનગરના મંચ પરથી લેવામાં આવેલો આ નિર્ણય સમાજને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. (૪૧
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
