તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
બિલ્ડરોની સમસ્યા સરકાર ન ઉકેલે તો ૩૦ જૂનથી મિલકતના ભાવમાં ૨૦ ટકાનો વધારો
બિલ્ડરોને એક થવા માટે નારડેકોનું આવાહન : બાંધકામના મજૂરોને ચૂકવાતા નાણાં પરનો જીએસટી સરકાર ઘટાડેઃ ટીપી સ્કીમમાં કરાતી ૪૦ ટકાની કપાત ઘટાડી આપે

અમદાવાદ,તા.૩: ભારતના જીડીપીમાં સાડા સાત ટકાનો ફાળો આપતા બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી ૩૦મી જૂનથી દરેક કેટેગરીના બાંધકામની કિમતોમાં ૨૦ ટકાનો વધારો કરવાની ફરજ પડશે. પરિણામે અત્યારે ૩૮ વર્ષની બચત પછી ફલેટ લઈ શકનારાઓ મધ્યમ વર્ગના લોકો માટે ફલેટ લેવા અત્યંત કઠિન બની જશે. આવનારા વરસોમાં ૪૦થી ૪૫ વર્ષની બચત પછી મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકશે. આ સ્થિતિ ન આવે તે માટે સરકારે બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓને સત્વર ઉકેલ લાવવો જોઈએ, એવી આજે નારડેકોના સભાસદ બિલ્ડરો અને હોદ્દેદારોએ માગણી કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ૨૦થી માંડીન‘ ૪૦ ટકા જેટલો વધારો થઈ ગયો હોવાથી તેમની પાસે મિલકતના વેચાણ ભાવ વધારવા સિવાય કોઈ જ ચારો ન હોવાનું જણાવ્યું હતું. આ જ કારણોસર અત્યારે બાંધકામ માટેના ચાલુ પ્રોજેક્ટ વાયેબલ ન રહ્યા હોવાથી તેમને માટે પ્રોજેક્ટ આગળ ધપાવવા કઠિન બની ગયા છે.
બાંધકામ ઉદ્યોગના શ્રમિકોને કરવામાં આવતી ચૂકવણી પર લેવામાં આવતો ૧૮ ટકાનો સર્વિસ ટકા કે પછી શૂન્ય ટકા કરી દેવાની માગણી કરવામાં આવી હતી. સરકારે લેબર સેસના એકત્રિત કરેલા રૂા. ૬૭૦૦ કરોડમાંથી હજી ૫૦૦ કરોડ પણ વપરાયા નથી. આ પૈસા ન વપરાય ત્યાં સુધી લેબર સેસ લેવાનું બાકી રાખવી જોઈએ. બીજું,ટી.પી જાહેર કરવામાં દસ દસ વરસનો કરાતો વિલંબ ન થવો જોઈએ તેમ જ ટીપી સ્કીમમાં કરવામાં આવતી કપાત ૪૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવાની માગણી કરવામાં આવી છે. નાના શહેરોમાં ૨૦ ટકા કપાતનો નિયમ હતો તે ટ્ટ પણ બદલીને ૪૦ ટકા કરી દેવાનો નિર્ણય અનુચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. મંદીનો સમય હોય ત્યારે કપાતની ટકાવારી ઘટાડીને ૧૦ ટકા કરી દેવી જોઈએ. આ તમામસમસ્યાઓનો ઉકેલ લાવવા માટે દરેક બિલ્ડરોએ એકજૂઠ થવું જોઈએ. તેના સિવાય કોઈવિકલ્પ જ નથી. એક બે જણની રજૂઆથી દહાડો વળવાનો નથી. સામુહિક રજૂઆત જ સરકાર પર દબાણ ઊભું કરી શકશે. અત્યારે આપવામાં આવતી ૨.૭ની એફએસઆઈ વધારીને ૪ની કરી આપવી જોઈએ. બિલ્ડર કે પ્રોજેક્ટ ડેવલપરને આપવામાં આવતી એફએસઆઈ છેલ્લે ૧.૨થી ૧.૮ની જ થઈ જાય છે. આ બધાંમાં ઉદારતા દાખવશે તો મિલકતના ભાવ વધતા અટકાવી શકાશે. એફએસઆઈ ઓછી આપવા માટે તેઓ માળખાકીય સુવિધા પૂરી ન હોવાના કારણ ટ્ટ આગળ કરે છે, પરંતુ માળખાકીય સુવિધા ન હોવા છતાંય પેઈડ એફએસઆઈ આપવામાં તેમને કોઈ જ છોછ નડતો નથી. આ બેવડા ધોરણો અધિકારીઓ બંધ કરી દેવા જોઈએ. બીજીતરફ ડેવલપમેન્ટ પ્લાન પણ જાહેર કરવામાં બહુ જ વિલંબ કરવામાં આવી રહ્યો છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
