News of Sunday, 1st November 2026
અમદાવાદના અડાલજ ખાતે ઇફ્કો (IFFCO) ના ચેરમેન દિલીપ સંઘાણીના ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશેષ ઉપસ્થિતિમાં અધ્યક્ષસ્થાને રહ્યા:ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સહકારી ક્ષેત્રના અદ્ભુત વિજયને બિરદાવ્યો

ગુજરાત અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરનાર ઇફ્કો (IFFCO) ના ચેરમેન દિલીપ સંઘાણીના ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહનું આયોજન અમદાવાદના અડાલજ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સહકારી ક્ષેત્રના આ અદ્ભુત વિજયને બિરદાવ્યો હતો
આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) ની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને દિલીપ સંઘાણીએ ભારત અને ગુજરાતનું ગૌરવ વૈશ્વિક ફલક પર વધાર્યું છે. ICAની આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં કુલ 730માંથી 526 મતો મેળવીને તેમણે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ભવ્ય સફળતાથી સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ભારતની વધતી શક્તિનો પરચો આખી દુનિયાને મળ્યો છે.
આ સન્માન સમારોહમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની હવા સહકારી ક્ષેત્ર માટે હંમેશાં ખૂબ જ ફળદ્રુપ અને સારી રહી છે. આજે દુનિયાભરમાં લોકો એવું માને છે કે સહકાર ક્ષેત્રની બાબતમાં ગુજરાતની સરખામણી થઈ શકે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ 'સહકાર મંત્રાલય' શરૂ કરવાથી આ ક્ષેત્રને નવી ઊંચાઈઓ મળી છે. મને મળેલા જંગી મતો એ દેશમાં બનેલી સકારાત્મક હવા અને વાતાવરણનું પરિણામ છે. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે વૈશ્વિક બેઠકો પર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને સંસ્કાર સાથે સહકાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓ સતત સક્રિય પ્રયાસો કરતા રહેશે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
