તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રાધનપુરમાં સરકારી જમીન પર રહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા : 5734 ચો. મી. સરકારી જમીન દબાણમુક્ત કરાઈ
સ્થાનિકોને અગાઉથી નોટિસ અપાઈ હોવાનો તંત્રનો દાવો છે, જ્યારે બીજી તરફ જાણ કર્યા વગર મકાનો તોડી પડાયા હોવાનો સ્થાનિકોનો આરોપ

અમદાવાદ :રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદેસરના બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. પાટણમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના રાધનપુરમાં સરકારી જમીન પર રહેલા બિનઅધિકૃત દબાણો દૂર કરાયા છે. વર્ષો જૂના આ બાંધકામો સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. સ્થાનિકોને અગાઉથી નોટિસ અપાઈ હોવાનો તંત્રનો દાવો છે, જ્યારે બીજી તરફ જાણ કર્યા વગર મકાનો તોડી પડાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે
પાટણ જિલ્લાના રાધનપુરમાં વોર્ડ નંબર 5 માં બિનઅધિકૃત દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. માહિતી અનુસાર, આ કાર્યવાહી હેઠળ કુલ 5734 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે. સિટી સર્વે નંબર 1701 માં કેટલાક મકાનો પણ તોડી પડાયા છે. વર્ષો જૂના ગેરકાયદેસર થયેલા બાંધકામોને તંત્રે તોડી પાડ્યા છે અને સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.
જો કે, તંત્રની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે કોઈ પણ પ્રકારે જાણ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે, બીજી તરફ તંત્રે દાવો કર્યો કે અગાઉ આ અંગે સ્થાનિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 40 વર્ષથી રહેતા એક સ્થાનિકે જણાવ્યું કે, અમને જાણ કર્યા વગર મકાન તોડવામાં આવી રહ્યા છે. અમારે રહેવા માટે કોઈ આધાર નથી. અમારા બાળકોને કયા લઇને જવું? સરકાર અમને રહેવાની વ્યવસ્થા કરી આપે એવી અમારી માગ છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
