તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ગાંધીનગરના માણસામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ઝડપાયું: 12 જેટલાં ગેસ સિલિન્ડર જપ્ત
પુરવઠા વિભાગને શિવશક્તિ મોટર્સ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળતા દરોડો પાડ્યો

ગાંધીનગરના માણસા શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર જિલ્લા પુરવઠા વિભાગ અને માણસા મામલતદાર કચેરીની ટીમે ૩ સપ્ટેમ્બરે શિવશક્તિ મોટર્સ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૧૨ ગેસ સિલિન્ડર, રિફિલિંગ મોટર અને વજન કાંટા સહિત કુલ ૪૫ હજાર નો મુદામાલ જપ્ત કરાયો છે
પુરવઠા વિભાગને શિવશક્તિ મોટર્સ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળતા ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ૧૨ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી એક મોટર અને ગેસનું વજન કરવા માટેનો વજન કાંટો પણ સ્થળ પરથી મળ્યો હતો. તપાસ ટીમે આ તમામ સામાન કબજે કરીને ગેરકાયદે રિફિલિંગની પ્રવૃત્તિ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
