તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
નવસારીના આમડપોર વિસ્તારમાં ચાલતું ગેરકાયદે રેતી અને માટીનું ખનન ઝડપાયું: અનેક વાહનો ડિટેઇન કર્યા
સ્થાનિક ગ્રામજનોની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં:કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાતા આ ગેરકાયદે ખનન કૌભાંડનો પર્દાફાશ થયો

નવસારી જિલ્લામાં આમડપોર વિસ્તારમાં ચાલતું ગેરકાયદે રેતી અને માટીનું ખનન ખુલ્લું પડી ગયું છે. સ્થાનિક ગ્રામજનોની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને સ્થળ પર તાત્કાલિક મુલાકાત કરી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીઝની આડમાં સરકારી જમીન પર ગેરકાયદે ખનન ચાલતું હતું, તેમજ ગૌચર જમીનનો પણ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કાર્યવાહીમાં અનેક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા અને દંડ પણ ફટકારાયો. આ સમગ્ર મામલે કલેક્ટર દ્વારા પહેલાથી જ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેના પરિણામે આખરે આ ગેરકાયદે ખનન કૌભાંડનો પર્દાફાશ થયો છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
