<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગેરકાયદે ધમધમતું કતલખાનું ઝડપાયુ : 13 ગૌવંશ બચાવાયા : 18 મહિલાઓ સહિત 22 આરોપીઓની ધરપકડ

પોલીસની રેડમાં કતલ માટે લાવવામાં આવેલા ગૌવંશને બચાવી લેવાયા, આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

કાલોલ તા.૨૮ : પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસે ગેરકાયદે ચાલતા કતલખાના પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. આ રેડમાં 13 ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે. 

કાલોલ પોલીસને બાતમી મળી હતી કે શહેરના એક વિસ્તારમાં ગેરકાયદે રીતે કતલખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસે છાપો મારતા ત્યાંથી 13 ગૌવંશને કતલ માટે રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. પોલીસે તાત્કાલિક તમામ ગૌવંશને બચાવી લઈને પશુ સંરક્ષણ કેન્દ્ર ખાતે મોકલી આપેલ છે.

આ મામલે પોલીસે 22 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા હવે આ ગેરકાયદે કતલખાનું કેટલા સમયથી ચાલતું હતું અને તેની પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગૌરક્ષકો અને સ્થાનિકોએ પોલીસની આ કાર્યવાહીને આવકારી છે.

(3:49 PM IST)