તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
સાણંદના નિધરાડ ગામમાં રહેણાંક વિસ્તારની એક ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું
ઓરડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા 4 જીવતા બકરા અને 14 મરઘીઓને બચાવી લેવાયા: સ્થળ પરથી બકરા અને મરઘીના માંસનો મોટો જથ્થો પણ મળ્યો

અમદાવાદના સાણંદ તાલુકાના નિધરાડ ગામમાં રહેણાંક વિસ્તારની એક ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સાણંદ પોલીસે ઓચિંતી રેઇડ કરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અહીં કોઈપણ જાતની પરવાનગી વગર અબોલ પશુ-પક્ષીઓની કતલ કરવામાં આવતી હોવાનું ખુલતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેડ દરમિયાન ઓરડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા 4 જીવતા બકરા અને 14 મરઘીઓને બચાવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બકરા અને મરઘીના માંસનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત પશુઓની કતલ કરવા માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સાધનો અને અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ બે શખ્સોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી છે. આ સાથે જ જે ઓરડીમાં આ કતલખાનું ચાલતું હતું, તે ઓરડીના માલિક સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ માંસનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
