તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી: પિકઅપ વાહનને ૩૦૦ કટ્ટા સાથે જપ્ત
મોડાસા રૂરલ પોલીસની અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે કાર્યવાહી:મહીસાગરના વીરપુર સરકારી ગોડાઉનમાંથી થતી હેરાફેરી ઝડપી પાડી

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે કાર્યવાહી કરીને મહીસાગરના વીરપુર સરકારી ગોડાઉનમાંથી થતી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે કોઈ આધાર કે પુરાવા વગર આહારની હેરાફેરી કરતા એક પિકઅપ વાહનને ૩૦૦ કટ્ટા સાથે જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધમાં અલગ અલગ ટીમ કામે લગાડી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
