હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધની અસર હવે રસોડા પરઃ ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો
સિંગતેલના ભાવમાં રૂ.૫૦નો વધારો થતાં ડબ્બાનો ભાવ રૂ.૨૭૬૫ સુધી પહોંચ્યો : સતત વધતા ભાવોના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી રહી છે કપાસિયા તેલના ભાવમાં પણ ૨૦ રૂપિયાના વધારા સાથે ભાવ ૨૬૨૦ રૂપિયા પહોંચ્યો

અમદાવાદ,તા.૧૯: યુદ્ધની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બા રૂ.૫૦નો વધારો નોંધાયો છે. આ વધારા બાદ સિગતેલના એક ડબ્બાનો ભાવ હવે રૂ.૨૭૬૫ સુધી પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર અસર પડી રહી છે.
સિગતેલ ઉપરાંત કપાસિયા તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ.૨૦નો વધારો થયો છે અને હવે તે રૂ.૨૬૨૦ સુધી પહોંચી ગયો છે. સતત વધતા ભાવો કારણે ખાદ્યપદાર્થોની કુલ કિમતમાં પણ વધારો થવાની શક્યતા છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધની અસર ખાદ્યતેલના બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. આયાત-નિકાસમાં પડતી અસર અને કાચા માલની કિમતમાં વધારાના કારણે સ્થાનિક બજારમાં ભાવ ઉપર જઈ રહ્યા છે.
ગત વર્ષના ભાવની સરખામણી જો કરીએ તો સિગતેલ અને અન્ય ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં લગભગ રૂ.૬૦૦ સુધીનો વધારો નોંધાયો છે. આ વધારાથી મધ્યમ વર્ગના પરિવારો માટે રસોઈ ખર્ચ વધુ વધી રહ્યો છે.
ખાદ્યતેલના સતત વધતા ભાવોનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર પડી રહ્યો છે. રોજિદા જીવનમાં ઉપયોગમાં લેવાતા તેલના ભાવ વધતાં ઘરગથ્થુ બજેટ ખોરવાઈ રહ્યું છે.
હાલ બજારમાં અનિヘતિતા નો માહોલ છે. વેપારીઓ અને ગ્રાહકો બંને ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
