<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા સંગઠનાત્મક નિમણૂંકોની મહત્વની જાહેરાત : સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરોના પદાધિકારીઓની કરાઈ વરણી

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ શીર્ષસ્થ નેતૃત્વ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ જામનગર, રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લાના મોરચા અને વિભાગના હોદ્દેદારોના નામો કર્યા જાહેર

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવાના હેતુથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે ગંભીર ચર્ચા-વિચારણા કર્યા બાદ આજ રોજ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા અને મહાનગરોના વિવિધ પદાધિકારીઓ, મોરચા તેમજ વિભાગના પદાધિકારીઓ અને મંડળ/વોર્ડ પ્રમુખની સત્તાવાર નિયુક્તિ કરી છે.

આ સંગઠનાત્મક નિમણૂંકોની સત્તાવાર જાહેરાત પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથેની યાદી દ્વારા કરવામાં આવી છે.

 નવી સંગઠનાત્મક નિમણૂંકોની વિગતવાર યાદી:

જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ સૌરાષ્ટ્ર ઝોનમાં જિલ્લા અને મહાનગર વાઇઝ નીચે મુજબના હોદ્દેદારોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે:

૧.   જામનગર શહેર:  

     ભાવેશભાઈ હરીભાઈ કાનાણી  ની 'શહેર મહામંત્રી' તરીકે વરણી કરવામાં આવી છે.

૨.   રાજકોટ જિલ્લો:  

     વલ્લભભાઈ ગગજીભાઈ ઝાંપડીયા  ને 'જિલ્લા મહામંત્રી' તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.

૩.   મોરબી જિલ્લો:  

     અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા  ની 'જિલ્લા મહામંત્રી' તરીકે નિયુક્તિ કરાઈ છે.

     ભૂમિકાબેન અજયભાઈ વિંઝવાડીયા  ની 'જિલ્લા મંત્રી' તરીકે પસંદગી કરવામાં આવી છે.

     મહેશભાઈ રમણીકલાલ જાની  ને 'જિલ્લા કોષાધ્યક્ષ' તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

૪.   અમરેલી જિલ્લો:  

     મુકેશભાઈ હરદાસભાઈ બગડા  ની 'જિલ્લા પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો' તરીકે વરણી કરાઈ છે.

     શાંતિલાલ હરિભાઈ પરમાર  ની 'જિલ્લા મહામંત્રી, અનુસૂચિત જાતિ મોરચો' તરીકે નિયુક્તિ થઈ છે.

     રમાબેન ભૂપતભાઈ હીરપરા  ને 'જિલ્લા પ્રમુખ, મહિલા મોરચો' તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

     ભાવનાબેન ભીખુગીરી ગોસ્વામી  ની 'જિલ્લા મહામંત્રી, મહિલા મોરચો' તરીકે પસંદગી કરવામાં આવી છે.

આ નવી નિમણૂંકોને પગલે આગામી સમયમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપાના સ્થાનિક સંગઠનના કાર્યો અને મોરચાઓની કામગીરીને નવી ઊર્જા મળશે તેવો વિશ્વાસ પક્ષના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

(9:04 PM IST)