તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, વ્યારા સુગરના ૮૫૦થી વધુ ખેડૂતોના બાકી લેણાંના રૂ. ૭.૧૪ કરોડ ચૂકવવાનો નિર્ણય
નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતના વિશેષ પ્રયાસો સફળ થયા

ગાંધીનગર તા.૬ : આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં વ્યારા સુગરના ૮૫૦થી વધુ ખેડૂતોના બાકી લેણાંના રૂ. ૭.૧૪ કરોડ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે જેનાથી લાંબા સમયથી પોતાના બાકી લેણાંની રાહ જોઈ રહેલા આદિજાતિ વિસ્તારના શેરડી પકવતા ખેડૂતોને મોટી રાહત મળશે, આ નિર્ણય પાછળ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતના વિશેષ પ્રયાસો સફળ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેમાં બંને મંત્રીઓએ ખેડૂતોના પ્રશ્નને સરકાર સમક્ષ સતત રજૂ કરીને તેનો ઉકેલ લાવવા માટે મહેનત કરી હતી, આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે લેવાયેલા આ નિર્ણયને ખેડૂતોમાં આવકાર મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થતા જ ખેડૂતોને આર્થિક રીતે મોટો ટેકો મળશે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
