તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે મહત્વનો નિર્ણય : અસરગ્રસ્ત પરિવારોને હવે વૈકલ્પિક આવાસની ફાળવણી નહિ કરાઈ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોને હવે વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં નહીં આવે. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાસીરનગરમાં થયેલા બાંધકામોને દબાણ ગણાવી સ્ટેન્ડિંગ કમિટીએ આવાસ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. દબાણ કરનારાઓને વૈકલ્પિક આવાસ આપવાની કોઈ જોગવાઈ ન હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ડિમોલિશનના અસરગ્રસ્ત પરિવારોને આવાસ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
