News of Monday, 13th July 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે કાલે મંદિર પરિસરમાં મહત્વપૂર્ણ 'નેત્રોત્સવ' વિધિ યોજાશે
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ પૂજા-અર્ચના કરશે. નેત્રોત્સવ બાદ ભક્તો પ્રથમ દર્શનનો લાભ લઈ શકશે,

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આવતીકાલે મંદિર પરિસરમાં મહત્વપૂર્ણ 'નેત્રોત્સવ' વિધિ યોજાશે. મોસાળ સરસપુરથી પ્રભુ મુખ્ય મંદિરે પધાર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ પૂજા-અર્ચના કરશે. નેત્રોત્સવ બાદ ભક્તો પ્રથમ દર્શનનો લાભ લઈ શકશે, જેની સાથે જ 16 જુલાઈએ નીકળનારી ભવ્ય રથયાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ અપાશે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
