<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મહત્વના સમાચારો ઉડતી નજરે

 અમરેલીના ખાંભામાં ૪ કલાકમાં ૭ ઈંચ વરસાદ  રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૧૩૧ તાલુકામાં મેઘમહેર 

 નવસારીના અંબિકા નદીના પુલ પર ગાબડું પડતા ૧૧ ગામનો સંપર્ક કપાયો 

 દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મેગા બેટિંગ યથાવત છે. ભારે વરસાદે નદીઓને ગાંડીતૂર બનાવી દીધી છે, રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. ભરૂચથી લઈને સુરત, નવસારી, તાપી, ડાંગ અને નર્મદા સુધી જનજીવન અસ્તવ્યસ્ત થયું 

 અંકલેશ્વર-હાંસોટને જોડતો મુખ્ય હાઈવે આમલાખાડી ઓવરફ્લો થતાં બંધ કરી દેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલો કામચલાઉ વૈકલ્પિક માર્ગ પણ ધોવાઈ ગયો છે 

 નવસારીમાં અંબિકા અને પૂર્ણા સહિતની તમામ નદીઓના જળસ્તર વધી ગયા છે. બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે, પાણી ઓસરતાં હાલ રાહત મળી છે 

 અંકલેશ્વરની તમામ શાળાઓ બંધ 

 

(11:40 PM IST)