<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

બાળ લગ્ન રોકથામમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા

સરસ્વતી વિધ્યા વિહારના વિધ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બાળ લગ્ન રોકથામમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શિક્ષણ દિવસ નિમિત્તે ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન ના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, એન્ટિ હ્યૂમન ટ્રાફિકિંગ યુનિટ, પોલીસ સ્ટેશન, આમલેથા ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
નાંદોદ તાલુકાના ઓરી ગામ ખાતે આવેલ સરસ્વતી વિધ્યા વિહારના વિધ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બાળ લગ્ન રોકથામમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

  કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ કાયદાકીય માર્ગદર્શન, બાળ લગ્ન ની માઠી અસરો, બાળ લગ્ન એક કાયદાકીય અપરાધ અને સામાજિક દૂષણ છે તથા બાળ લગ્ન અટકાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

(11:35 PM IST)