<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અમદાવાદના સોલામાં ‘મા ઉમિયાધામ' કેમ્‍પસ ખાતે નવનિર્મિત બોયઝ-ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ : અમિતભાઈ શાહના હસ્‍તે શૈક્ષણિક સંકુલ ખુલ્લું મૂકાશે

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ અને સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાની ગરિમામય ઉપસ્‍થિતિમાં કડવા પાટીદાર કુળદેવી ‘મા ઉમિયાધામ' સંસ્‍થાન ઊંઝાનો ત્રિવેણી મહોત્‍સવ

 

રાજકોટ : ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના સોલા વિસ્‍તારમાં એસ.જી. હાઈવે પર સ્‍થિત ‘મા ઉમિયાધામ' કેમ્‍પસ ખાતે વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત બોયઝ અને ગર્લ્‍સ હોસ્‍ટેલ (શૈક્ષણિક સંકુલ) તૈયાર થઈ ગયું છે. કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્‍થાન, ઊંઝા સંચાલિત આ વિશાળ હોસ્‍ટેલ બિલ્‍ડિંગનો લોકાર્પણ સમારોહ આગામી ૨૮ મે ૨૦૨૬, ગુરુવારના રોજ બપોરે ૩ કલાકે કેમ્‍પસના વિશાળ એસી હોલમાં રાખવામાં આવ્‍યો છે. આ ભવ્‍ય શૈક્ષણિક પ્રકલ્‍પના ઉદ્ધાટક તરીકે ભારતના ગળહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વિશેષ રૂપે ઉપસ્‍થિત રહીને આ સંકુલને વિદ્યાર્થીઓ માટે સમર્પિત કરશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે અને પ્રગતિશીલ શૈક્ષણિક સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત મંચ પર વિશેષ અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ગરિમામય હાજરી આપીને પાટીદાર સમાજ અને વિદ્યાર્થી સમુદાયને પ્રોત્‍સાહિત કરશે. ઊંઝા સંસ્‍થાન દ્વારા અમદાવાદમાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્‍તારોમાંથી ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે આવતા દીકરા-દીકરીઓ માટે રહેવા અને જમવાની ઉત્‍કળષ્ટ વ્‍યવસ્‍થા ઊભી કરવાના ભાગરૂપે આ પ્રોજેક્‍ટ સાકાર કરવામાં આવ્‍યો છે.

ઉમિયા માતાજી સંસ્‍થાન, ઊંઝાની કારોબારી સમિતિ અને પ્રશાસન દ્વારા આ લોકાર્પણ મહોત્‍સવને લઈને તમામ વ્‍યાપક તૈયારીઓ આખરી ઓપમાં છે. સંસ્‍થા દ્વારા સમગ્ર પાટીદાર સમાજ, કારોબારી સભ્‍યશ્રીઓ, ઉદારદિલ દાતાશ્રીઓ, શ્રેષ્‍ઠીઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને ભક્‍તજનોને આ ગૌરવવંતા પ્રસંગમાં ભક્‍તિભાવ પૂર્વક પધારવા માટે ખુલ્લું અને જાહેર આમંત્રિત પાઠવવામાં આવ્‍યું છે.

સોલા ખાતે નવનિર્મિત આ હોસ્‍ટેલ કેમ્‍પસમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર રહેણાંક જ નહીં, પરંતુ ઈન્‍ટરનેટ, લાઈબ્રેરી અને શાંત શૈક્ષણિક વાતાવરણ જેવી સુવિધાઓનો સમન્‍વય કરવામાં આવ્‍યો છે. આ લોકાર્પણ મહોત્‍સવ સમાજના શૈક્ષણિક ઉત્‍થાન માટે એક નવું સોપાન સાબિત થશે, જેમાં કેન્‍દ્રીય નેતળત્‍વથી લઈને રાજ્‍યના વડાઓ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સામાજિક કલ્‍યાણના આ કાર્યક્રમમાં ભાગીદાર બનશે.

(3:34 PM IST)