<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે લીમખેડાના ખીરખાઈ ગામમાં પંચવટી વિકાસ કેન્‍દ્રનું લોકાર્પણ

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ રાજ્‍યમંત્રી રમેશભાઈ કટારાના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક યોજાઈઃ ‘‘એક પેડ માં કે નામ'' અભિયાન હેઠળ પંચવટી વિકાસ કેન્‍દ્રના પટાંગણમાં વળક્ષારોપણ કર્યું: શ્રી રામજી મંદિરના દર્શન કરીને ધન્‍યતા અનુભવી

રાજકોટ તા.૨૦: દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, દાહોદ દ્વારા પંચવટી વિકાસ કેન્‍દ્રનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. કેબિનેટ મંત્રીશ્રી તેમજ દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના  હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ લોકાર્પણ પ્રસંગ નિમિત્તે રાજ્‍યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

પંચવટી વિકાસ કેન્‍દ્ર ખાતે નાયબ વન સંરક્ષક દ્વારા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ રાજ્‍યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા  સહિત ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું પુષ્‍પ ગુચ્‍છ આપીને પરંપરાગત સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ પંચવટી વિકાસ કેન્‍દ્રનું પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ સાથે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ રાજ્‍યમંત્રી રમેશભાઈ કટારાના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્‍યાન પ્રભારી મંત્રીશ્રીએ ઉપસ્‍થિત સૌ વન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ ગામલોકોને સંબોધીને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

 ‘‘એક પેડ માં કે નામ'' અભિયાન હેઠળ ઉપસ્‍થિત સૌએ પંચવટી વિકાસ કેન્‍દ્રના પટાંગણમાં વળક્ષારોપણ કર્યું હતું. અંતમાં સૌએ પંચવટી વિકાસ કેન્‍દ્રના આંગણે આવેલ શ્રી રામજી મંદિરના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી. આ લોકાર્પણ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, દેવગઢ બારીયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરી, લીમખેડા ધારાસભ્‍ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્‍ય પદાધિકારીશ્રીઓ તેમજ વન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા

(1:43 PM IST)