<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સુરતમાં 12 પડતર માંગણીઓને લઈ આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ધરણાં

સમયસર કેડર રિવ્યૂ, બઢતી અને ભરતીના નિયમોમાં સુધારો, ઇન્ટર-ચાર્જ ટ્રાન્સફર નીતિ પુનઃલાગુ કરવી, લેપટોપ પૂરા પાડવા તથા આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની માંગણી

સુરતમાં આવકવેરા કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ 12 પડતર માંગણીઓને લઈ ધરણાં પ્રદર્શન યોજાયા હતા. આ આંદોલનમાં કેડર રિવ્યુ અને રિસ્ટ્રક્ચરિંગની દરખાસ્તને આખરી સ્વરૂપ આપવા, પ્રમોશન, 2014થી 2018 બેચના PR IRS અધિકારીઓના પ્રશ્નો ઉકેલવા, ICT નીતિ ફરી લાગુ કરવા, લેપટોપ ફાળવવા તેમજ DEO સહિતની નિયમિત કામગીરીનું આઉટસોર્સિંગ બંધ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

સુરતમાં આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના મુદ્દે ઉગ્ર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (JCA) ના આહ્વાન પર મુખ્ય આવકવેરા કમિશનરની કચેરી બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે

(1:48 PM IST)