<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

મૃત્‍યુ પછી ફાઈલ થયેલ આવકવેરા રિટર્ન વળતર નક્કી કરવા ધ્‍યાનમાં લઇ શકાય

મોટર વાહન અકસ્‍માતના કેસ સંબંધી ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : આવકવેરા રિટર્ન ભલે મૃત્‍યુ પછી ફાઇલ કરાયેલુ હોય પરંતુ તે મૃતકની આવકનો વિશ્વસનીય દસ્‍તાવેજી પુરાવો

અમદાવાદ,તા.૬: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્‍યું છે કે, મોટર વાહન અકસ્‍માતના કિસ્‍સામાં વળતર નક્કી કરવા માટે વ્‍યકિતના મૃત્‍યુ પછી ફાઈલ કરાયેલ આવકવેરા રિટર્નને ઉપયોગમાં લઈ શકાય છે..એટલે કે, આ પુરાવાને પણ ધ્‍યાનમાં લઈ શકાય. હાઈકોર્ટે વધુમાં જણાવ્‍યું કે, અકસ્‍માત મૃત્‍યુ પછી દાખલ કરાયેલ ઇન્‍કમટેક્‍સ રિટર્ને સ્‍વીકાર્ય છે

કારણ કે, તે આવકને પ્રતિબિબિત કરતા વૈધાનિક દસ્‍તાવેજો છે. હાઈકોર્ટે ટ્રિબ્‍યુનલના નિર્ણયમાં હસ્‍તક્ષેપ કરીને મૃતકની આવકનું મૂલ્‍યાંકન કરવાની જરૂરિયાત જણાવી અને તેના આધારે આશ્રિતોનું વળતર રૂ. ૩૪.૫૩ લાખથી વધારી રૂ. ૪૦,૪૫,૯૪૦ આપતો હુકમ કર્યો હતો. હાઈકોર્ટે છ સપ્તાહમાં વળતરની વધારાની રકમ વ્‍યા સાથે જમા કરાવવા પણ વીમા કંપનીને સ્‍પષ્ટ હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે વધુમાં જણાવ્‍યું કે, આવકવેરા રિટર્ન પછી ભલે તે મૃત્‍યુ પછી ફાઇલ કરવામાં આવ્‍યું હોય પરંતુ તે મૃતકની આવકનો વિશ્વસનીય દસ્‍તાવેજી પુરાવો ગણી શકાય છે. કારણ કે, મોટર વાહન અકસ્‍માતના કેસોમાં વળતર નક્કી કરતી મૃતકની આવકનું તેના પરિવારજનોને મળનારા વળતરના પ્રમાણને સીધી અસર કરે છે. હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, ન્‍યયાકિ પ્રક્રિયામાં ટેકનીકલ બાબતોને આધારે સાચા પુરાવાઓ નકારી કાઢવાથી ન્‍યાયના હેતુને નુકસાન પહોંચે છે. કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, ત્‍યાંથી

મોટર વાહન અકસ્‍માતના એક કેસમાં યુવકના મૃત્‍યુ બાદ તેના પરિવારજનો દ્વારા મોટર વાહન અકસ્‍માત ટ્રિબ્‍યુનલમાં વળતર ટ્રિબ્‍યુનલે વળતર નક્કી કરતી વખતે મૃતકની કરવામાં આવક માટે ઉપલબ્‍ધ દસ્‍તાવેજોમાં મૃતકના નિધન પછી દાખલ કરાયેલ આવકવેરા રિટર્નને માન્‍ય પુરાવા તરીકે સ્‍વીકાર્યુ ન હતું. ટ્રિબ્‍યુનલે મૃત્‍યુ પછી દાખલ કરાયેલ આઇટીઆરને વિશ્વસનીય માનવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેનાથી નારાજ થઈ મૃતકના આશ્રિતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને જણાવ્‍યું હતું કે, મૃતક નિયમિત આવક ધરાવતા હતા અને રેગ્‍યુલર ધોરણે આઇટીઆર પણ ફાઇલ કરતા હતા. તેથી તેમની વાસ્‍તવિક આવકના પુરાવા તરીકે ઈન્‍કમટેક્‍સ રિટર્ન મહત્ત્વપૂર્ણ અને આધારભૂત દસ્‍તાવેજ છે ભલે તે મૃત્‍યુ પછી દાખલ કરાયુ હોય. ટ્રિબ્‍યુનલે મૃતકના નિધન બાદ ફાઈલ થયેલા આઇટીઆરને વળતરની ગણતરીમાં નહી લઈને ભૂલ કરી છે અને & તેના કારણે ઓછુ વળતર નક્કી કર્યું છે.

મૃત્‍યુ પછી ફાઇલ થયેલા આઇટીઆરને ટેકનીકલ કારણસર અવગણવું અયોગ્‍ય

હાઈકોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે, મૃતકે આકારણી વર્ષ ૨૦૧૫-૨૦૧૬, ૨૦૧૬-૨૦૧૭ અને ૨૦૧૭-૨૦૧૮ માટે રૂ. ૨,૯૩,૯૦૯, રૂ. ૨,૭૮,૧૯૬ અને રૂ. ૩,૧૦,૫૩૯ ની આવક માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હતા. આવકવેરા રિટર્ન દર્શાવે છે કે મૃતકની આવકમાં સત સતત વધારો થયો છે. જો કે, તેમાં મૃતકની આવકમાં કોઈ અતિશય વધારો થયો નથી, તેથી, ટ્રિબ્‍યુનલે આકારણી વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માટે દાખલ કરાયેલ આવકવેરા રિટર્નમાં પ્રતિબિબિત આવકને ધ્‍યાનમાં લેવી જોઈતી હતી.

શું હતો મૃત્‍યુ પછી ફાઇલ કરાયેલા આઇટીઆર ધ્‍યાનમાં નહીં લેવાનો સમગ્ર મામલો...??

કેસની વિગત મુજબ, ગત તા. ૨-૪-૨૦૧૭ના રોજ વસંતકુમાર કારમાં જઈ રહ્યા હતા ત્‍યારે એક ટ્રક ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી પૂરપાટઝડપે વસંતકુમારની કારને ટકકર મારી હતી. જેમાં તેમનું કરૂણ મોત નિપજયું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્‍યવસાય કરતો હતો અને દર મહિને રૂ.૩૦ હજારથી વધુ કમાતો હતો. તેથી તેના આશ્રિતોએ ટ્રિબ્‍યુનલ સમક્ષ કરેલા દાવામાં રૂ.૬૮.૩૩ લાખની વળતરની માંગ કરી હતી.

(1:19 PM IST)