<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

સચિવાલય વહીવટમાં કાર્યક્ષમતા વધારવા સેક્શન અધિકારીઓની સંખ્યા 606થી વધારી 634 કરાઈ

સચિવાલયના 26 મુખ્ય વિભાગોમાં 54 જેટલી જગ્યાઓની ફાળવણી કરી દેવામાં આવી

ગુજરાત સચિવાલયના વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને ગતિશીલતા વધારવા માટે સરકારે એક મોટો નિર્ણય લઈને વહીવટી માળખામાં મોટું રિ-સ્ટ્રક્ચરિંગ કર્યું છે, જે અંતર્ગત સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ સેક્શન અધિકારી વર્ગ-2નું સંખ્યાબળ 606થી વધારીને હવે 634 કરી દેવાયું છે. વિભાગવાર સત્તાના કેન્દ્રીકરણ પર વિશેષ ભાર મૂકતા લેવાયેલા આ નિર્ણય હેઠળ સચિવાલયના 26 મુખ્ય વિભાગોમાં 54 જેટલી જગ્યાઓની ફાળવણી કરી દેવામાં આવી છે, જેનાથી સરકારી કામકાજની પ્રક્રિયા વધુ ઝડપી અને સુદ્રઢ બનશે.

(12:07 AM IST)