<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

હીરામણિ સ્‍કૂલ કેમ્‍પસ ખાતે ભારતીય ક્રિકેટર અને પદ્મશ્રી સૈયદ કીરમાણીની મૂલાકાત

રાજકોટઃઅમદાવાદ હિરામણિ સ્‍કુલ કેમ્‍પસ ખાતે ૧૯૮૩ ના વર્લ્‍ડકપના વિજેતા ખેલાડી પદ્મશ્રી સૈયદ કિરમાણીએ મૂલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા 

 આ પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પાર્થિવ પટેલ અને હીરામણિ સ્‍કૂલના વિદ્યાર્થી-ખેલાડી અને પૂર્વ ગુજરાત રણજી ટ્રોફી ટીમના પૂર્વ કેપ્‍ટન પ્રિયાંક પંચાલ, સંસ્‍થાના પ્રમુખ નરહરિ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, GCA ના પૂર્વ ખજાનચી ભરતભાઈ ઝવેરી, જાણીતા પત્રકાર દક્ષેશ પાઠક ઉપસ્‍થિત રહ્યા હતા.

 સૈયદ કિરમાણીના જીવન પર લિખિત Stumped : “Life Behind and Beyond the 22 Years”   પુસ્‍તક હીરામણિ સ્‍કૂલ, પાર્થિવ પટેલ અને પ્રિયાંક પંચાલને સૈયાદ કિરમાણીજી દ્વારા ભેટ આપવામાં આવ્‍યું હતું, આ પુસ્‍તક માત્ર ક્રિકેટના મેદાનની ઉપલબ્‍ધિઓ સુધી સીમિત નથી

(3:46 PM IST)