<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ભારતનું લોકતંત્ર મજબૂત છેઃ તે ડરશે નહિ અને નમશે નહિ : તરૂણ ચુગ

રાજકોટ :  ગુજરાત ભાજપના પ્રદે પ્રભારી તરૂણ ચુગએ પદયાત્રાના પ્રસ્‍થાન પૂર્વે તેમના સંબંધનમાં જણાવ્‍યું હતું કે દેશમાં જયારે પણ લોકતંત્ર ખતરામાં આવ્‍યું છે ત્‍યારે ભાજપાનો કાર્યકર્તા લોકતંત્રના પ્રહરી તરીકે રસ્‍તા પર ઉતર્યો છે. રાહુલ ગાંધીના દાદી શ્રીમતી ઇન્‍દિરા ગાંધીજીએ દેશમાં તાનાશાહી લાદીને ઇમરજન્‍સી લાગુ કરી ત્‍યારે કાર્યકર્તાઓ દેશના લોકતંત્રને બચાવવા રસ્‍તા પર ઉતર્યા હતા અને જેલ ભરી દીધી હતી. પરંતુ  દેશના લોકતંત્રને નબળુ પડવા દીધું ન હોતું. ઇન્‍દિરા ગાંધીનો તાનાશાહીનો વિચાર પણ કાર્યકર્તાઓના દિલમાંથી લોકતંત્રના પ્રહરી તરીકેની ભૂમિકા દૂર કરી શકયો ન હતો.

તરુણ ચુગએ વધુમાં જણાવ્‍યું હતું કે આજે રાહુલ ગાંધી અને ઇન્‍ડિયા ગઠબંધનના નેતાઓ દેશના લોકતંત્રને નબળુ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકતંત્રને પડકારવામાં આવે છે. દેશ ન્‍યાયતંત્ર પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. દેશની સંવૈધાનિક વ્‍યવસ્‍થા પર દબાણ લાવવાના આવા પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં.

શ્રી ચુગએ વધુમાં જણાવ્‍યું હતું કે દેશની જનતા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ થોડા લોકોની ભીડ દિલ્‍હીમાં લઇ જઇને દેશને ડરાવ્‍વા અને લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરો છે, પરંતુ ભારતનું લોકતંત્ર મજબૂત છે. તે ડરશે નહીં અને નમશે નહીં.  અંતમાં શ્રી તરૂણ ચુગએ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓને લોકતંત્રના પ્રહરી ગણાવતા જણાવ્‍યું હતું કે અહીં ઉપસ્‍થિત જનમેદનીએ હુંકાર ભરી રહી છે કે અરાજકતા ફેલાવીને ભારતને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ ભારત નવું ભારત છે. આ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વનું ભારત છે. ભારતનું લોકતંત્ર મજબુત છે અને દેશની જનતા લોકશાહી મૂલ્‍યો, રાષ્‍ટ્રીય હિત તથા સંવિધાનનિક સંસ્‍થાઓની ગરિમાની રક્ષા માટે અડીખમ ઉભી રહેશે

(4:26 PM IST)