તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ઓલપાડના સરોલી ગામે અમીષ પટેલના મોતના મામલે 7 આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
મૃતક કારમાં ફરાર થતાં હુમલાખોરોએ અન્ય બે કારથી તેનો પીછો કર્યો: સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ

સુરતઃ ઓલપાડના સરોલી ગામે અમીષ પટેલના મોતના મામલે પોલીસે 7 આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દીહેણ ગામ પાસે ગણેશ આગમન દરમિયાન અમીષ પટેલની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કેટલાક લોકોએ કાર રોકીને અમીષ પટેલ પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. હુમલાથી બચવા અમીષ પટેલે કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી, જે અંગેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતક કારમાં ફરાર થતાં હુમલાખોરોએ અન્ય બે કારથી તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ગંભીર ઈજાઓ થતાં અમીષ પટેલનું મોત થયું હતું. હવે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમીષ પટેલના મોત બાદ કોળી સમાજે હત્યાના આક્ષેપ કર્યા હતા.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
