<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બોમ્બની ધમકી મળતા લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિમાનની સઘન તપાસ શરૂ કરી: BDDS, CISF તેમજ સ્થાનિક પોલીસે મળીને ચેકિંગ હાથ ધર્યું

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. લખનૌથી દમામ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા મળતાં અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. 

 

લખનૌથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 

ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિમાનની સઘન તપાસ શરૂ કરી હતી. BDDS, CISF તેમજ સ્થાનિક પોલીસે મળીને ચેકિંગ હાથ ધર્યું હતું. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ હોવાની શક્યતા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તમામ મુસાફરોનું સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યા બાદ સ્થાનિક પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. ધમકી સાચી હતી કે માત્ર અફવા હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ચેકિંગ પૂર્ણ થયા બાદ જ ધમકી અંગેની હકીકત સ્પષ્ટ થશે.  

(8:26 PM IST)