તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 5th September 2026
મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો: ગુજરાત એનર્જી લિમિટેડે સુરતમાં ઘરેલું PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 1.19નો વધારો કર્યો
અગાઉ ઘરેલું PNGનો બેઝ રેટ રૂ. 49.03 પ્રતિ SCM હતો જે વધીને રૂ. 50.22 થયો: ટેક્સ સહિત ગુજરાત ગેસના ગ્રાહકોને હવે PNG રૂ. 53.22 પ્રતિ SCMના ભાવે મળશે

સુરત : તહેવારની સિઝનમાં ગુજરાતના લોકોને મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે. ગુજરાત એનર્જી લિમિટેડે સુરતમાં ઘરેલું PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 1.19નો વધારો કર્યો છે. 3 સપ્ટેમ્બરથી નવો ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ ઘરેલું PNGનો બેઝ રેટ રૂ. 49.03 પ્રતિ SCM હતો, જે વધીને રૂ. 50.22 થયો છે. ટેક્સ સહિત ગુજરાત ગેસના ગ્રાહકોને હવે PNG રૂ. 53.22 પ્રતિ SCMના ભાવે મળશે. કંપનીએ SMS મારફતે ગ્રાહકોને ભાવવધારાની જાણ કરી છે. સુરતમાં 7 લાખથી વધુ પરિવારો ગુજરાત એનર્જીના PNG કનેક્શન નેટવર્ક સાથે જોડાયેલા છે. આ ભાવવધારાથી ઘરેલું બજેટ પર વધારાનો બોજ પડશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
