<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

રાજપીપળા દરબાર રોડ સ્થિત લાઇબ્રેરીમાં પીવાના પાણીના જગમાંથી જંતુ નિકળતા ચીફ ઓફિસર તત્કાળ દોડ્યા

ચીફ ઓફિસરએ જગના પાણીનું નિરીક્ષણ કરી લાઇબ્રેરીમાં પડતી બીજી તકલીફો બાબતે રજૂઆત સાંભળી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા દરબાર રોડ ઉપર આવેલી નગરપાલિકા સંચાલિત પબ્લિક લાઇબ્રેરીમાં વાંચન અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવતા પીવાના પાણીના જગમાંથી જંતુ નીકળવાની ફરિયાદ મળતા સરકારી કચેરીઓમાં બીજા શનિવારની જાહેર રજા હોવા છતાં રાજપીપળા પાલિકાના મહિલા ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા લાઈબ્રેરી ખાતે દોડી ગયા હતા અને વાંચન કરવા આવતા યુવાનોના પાણીના જગમાંથી જંતુ નીકળવા સહિતની ફરિયાદો મામલે એક કલાક સુધી સમગ્ર બિલ્ડીંગનું રાઉન્ડ અપ કરી વિદ્યાર્થીનિઓ ની રજુઆતો ને ધ્યાને લઈ ટૂંક જ સમયમાં નિકાલ કરવાનો નિર્ણય કર્યો હતો.
સામાન્ય રીતે રજા ના દિવસે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ક્યારેય પોતાની ફરજ ઉપર જોવા મળતા નથી તેવામાં રાજપીપળા પાલિકાના મહિલા અધિકારી પોતાની ફરજ પ્રત્યેના સમર્પણને જોઈ હાજર વિદ્યાર્થીઓએ કલેપિંગ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

(9:51 PM IST)