તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
રામભાઇ મોકરીયાનુ પ્રેરણાદાયી કાર્ય
‘વિકસિત ભારત ૨૦૧૪૭' વિષયક વકતૃત્વ સ્પર્ધામાં હોસ્ટેલની બાળાઓ-સ્કૂલના ૨૫૦ બાળકોને મિષ્ટાન સાથે ભોજનઃ હોસ્ટેલની બાળાઓને સ્વામી વિવેકાનંદની નારી ઉત્કર્ષની પુસ્તિકાની ભેટ

નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન નિમિત્તે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત નગર શ્રી જે જે પાઠક પ્રાથમિક શાળા નંબર ૧૯ ખાતે આયોજન થયું હતું :૨૫ સ્કૂલોએ ભાગ લીધો'તો : વકતૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ,દ્વિતીય,અને તળતીય વિદ્યાર્થીને પ્રમાણપત્ર અર્પણ
રાજકોટ, તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તથા વડાપ્રધાન તરીકે એમ કુલ ૨૫ વર્ષના સુશાસન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી જે.જે.પાઠક પ્રાથમિક શાળા નંબર ૧૯ ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલી હતી.જેમા રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રેરણાદાયક કાર્ય કર્યું છે.
આ સીઆરસી નીચે કુલ ૨૫ સ્કૂલો (સરકારી અને ખાનગી બંને) આવેલી છે.આ વકતૃત્વ સ્પર્ધા માટે દરેક સ્કૂલમાંથી બે- બે વિદ્યાર્થીઓની આંતરિક સ્પર્ધામાં સિલેક્શન કર્યા પછી કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭' વિષય ઉપર ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના વિચારો સુંદર અને અસરકારક રીતે રજૂ કરેલા હતા. વિદ્યાર્થીઓમાં આવક વકતૃત્વ સ્પર્ધા દ્વારા પોતાનું કૌશલ્ય આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિનો વિકાસ થાય તેમ જ ભવિષ્યના ભારત ઉપર પોતાના વિચારો આત્મવિશ્વાસ સાથે સ્પષ્ટ રજૂ કરી શકે તેમજ ભવિષ્યના ભારતનો વિકાસ થાય, વિશ્વમાં ભારતનો વિકાસના ક્ષેત્રે ડંકો વાગે તેવા શુભ આશયથી આ વિષય ઉપર આયોજન કરવામાં આવેલું હતું.
વકતૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ,દ્વિતીય,અને તળતીય વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થાય બાદ રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા હોસ્ટેલની બાળાઓ તથા સ્કૂલના તમામ ૨૫૦ બાળકોને મિષ્ટાન સાથે ભોજન કરાવેલ તેમજ હોસ્ટેલની બાળાઓને સ્વામી વિવેકાનંદની નારી ઉત્કર્ષની પુસ્તિકા ભેટ સ્વરૂપે આપીને સમાજને નવો રાહ ચીંધેલ છે.
શાળાના આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં બાળકોને ભોજન કરાવવા બદલ તથા બાળકોન પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાનો આભાર માનેલ હતો.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
