<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

૪ માસમાં ૩૦૩ પાસા કરી સંતોષ માનવાને બદલે ૧૫ દિવસમાં વધુ ૩૭ને પાસાના પીંજરે પૂરતી સુરત PCB

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં 'નો ક્રિમીનલ ઈન સુરત' અભિયાન વધુ આક્રમક PI આર.એસ. સુવેરાએ અકિલા સમક્ષ વર્ણવી ભીતરી કથાઃ 'ગુનેગારોને શોધી શોધીને જેલભેગા કરીશું'

રાજકોટ તા. ૧૫: સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાખોરી ડામવા ચાલી રહેલા અભિયાનમાં વધુ એક સપાટો બોલાવાયો છે. છેલ્લા ૪ માસમાં ૩૦૩ આરોપીઓને પાસા હેઠળ જેલભેગા કર્યા બાદ સંતોષ માનવાને બદલે માત્ર ૧૫ દિવસમાં વધુ ૩૭ ગુનેગારોને પાસાના પીંજરે પૂરવામાં આવ્યા છે.

આ અભિયાનની ભીતરી કથા PCBના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. સુવેરાએ અકિલા સમક્ષ વર્ણવતા જણાવ્યું કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં ''નો ક્રિમીનલ ઈન સુરત'' અભિયાન હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવાઈ છે.

વ્યાજખોરી કરી ધાક-ધમકી આપનાર, સાયબર ફ્રોડ આચરનાર, ખૂનની કોશિષ કરનાર, મહિલા-કિશોરીની છેડતી કરનાર અને દેહવ્યાપાર ચલાવનાર તત્વોને ચિન્હિત કરી પાસા હેઠળ ભુજ, રાજકોટ અને અમદાવાદની જેલોમાં મોકલી દેવાયા છે. PI સુવેરાએ સ્પષ્ટ કર્યું કે સુરતને ક્રાઇમ-ફ્રી બનાવવા આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે

(10:58 AM IST)