તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ચોપડવાવના પુલ ઉપરનું ગાબડું પૂરવાને બદલે તંત્ર એ બેરીકેટો મૂકીને સંતોષ માન્યો :- વરસાદી પાણીના કારણે પુલના ચારેય ખૂણાઓનું થતું ધોવાણ
ભારે વરસાદ પડે અને ગાબડાઓ મોટા થાય તો અકસ્માત થવા સાથે જાનહાની થવાની સંભાવના:વરસતા વરસાદમાં આ ગાબડાઓ વાહન ચાલકોને નજરે પડતા નથી માટે મોટી દુર્ઘટના બની શકે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે 753 બી ઉપર ચોપડવાવ ગામ નજીક આવેલા પુલ ઉપર એક છેડે છેલ્લા કેટલાક સમયથી 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું હોવા છતાં તેને પૂરવાને બદલે તંત્ર એ બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે.ત્યારે અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
ચોપડવાવ ગામ પાસે આવેલ પુલના એક છેડે છેલ્લા કેટલાક સમયથી મસમોટું ગાબડું પડ્યું હોવાના અહેવાલ ચાર મહિના પહેલા અખબારોમાં આવ્યા હતા જેને આજે ખાસ્સો સમય વીતી ગયો છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ તેને પુરાણ કે રીપર કરવા માટે કોઈજ કાર્યવાહી હાથ ન ધરતા હવે તે ગાબડું વરસાદી પાણીના કારણે ધીરે ધીરે વધુ મોટું થઈ રહ્યું છે.જે ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. તંત્ર એ આ ગાબડાને રીપેર કે પુરાણ કરવા તસ્દી શુદ્ધા લીધી ન હતી જેના કારણે હવે આ પુલ ઉપર ચારેય તરફ ધોવાણ થઈ રહ્યું છે. સાગબારા તાલુકામાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચોપડવાવ પુલ ઉપરથી વરસાદી પાણીના વહેણ વહી રહેલા અવારનવાર જોવા મળે છે. આ વહેણ ના કારણે પુલના છેડે આવેલ ગાબડું ધીરે ધીરે મોટું થતું જઈ રહ્યું છે. પહેલા તો માત્ર એક જ છેડે આ ગાબડું જોવા મળતું હતું હવે તે ચારેય છેડે જોવા મળી રહ્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ દ્વારા આ પુલને નજર અંદાઝ કરી રહ્યા હોવાનું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. ગાબડાઓ પુરાણ કરવાની જગ્યાએ બેરીકેટ મૂકીને કામ ચલાઉ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી શકે છે.પુલના સાગબારા તરફના છેડે બંને બાજુ બેરીકેટ મૂકી દેવાયા છે જે રસ્તાને સાંકડો બનાવી રહ્યો છે. ત્યારે ડેડીયાપાડા તરફ ના છેડે એક તરફ બેરીકેર મૂકીને રસ્તાને સાંકડો કરી દેવાયો છે જે રાત્રી દરમ્યાન વાહન ચાલકો માટે મુશ્કેલીઓ સમાન સાબિત થઈ શકે છે. વરસાદ વરસતો હોય ત્યારે આ બેરીકેટ નજરે જ પડતા નથી જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેમ છે.
જેથી વાહન ચાલકોની માંગ છે કે વહેલીતકે આ ચોપડવાવ પુલના ચારેય છેડે પડેલા ગાબડાઓનું પુરાણ હાથ ધરવામાં આવે.જો આ ગાબડાઓ પુરાણ કે રીપેર નહિ કરવામાં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જાય અને તેમાં જાનહાની થાય તો જવાબદાર કોણ?
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
