News of Tuesday, 12th May 2026
આડેધડ વૃક્ષારોપણને બદલે તાપમાન-સ્થળ આધારીત થવું જોઈએ
અમદાવાદ સહિત ૧૩૮ શહેર પર IITગાંધીનગરનું રિસર્ચ : શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને આસપાસ વધુ વૃક્ષો-કૂલિંગ સરફેસની જરૂર બસ સ્ટેન્ડની

આઈઆઈટી ગાંધીનગરના અધ્યાપક અને રિસર્ચ સ્કોલર્સની ટીમ દ્વારા ગુજરાતના અમદાવાદ સહિતના વધારવાને બદલે શહેરોમાં અર્બનાઈઝેશ-ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ દેશના ૧૩૮ શહેરોના તાપમાન અને ગ્રીનકવર (હરિયાળી વિસ્તાર)ના છેલ્લા ૧૭ વર્ષના ડેટા પર સંશોધન કરવામા આવ્યુ છે.જેના રિપોર્ટના તારણો મુજબ આડેધડ થતા વૃક્ષારોપણ કે માત્ર ટાર્ગેટ આધારીત વૃક્ષારોપના આંકડા તાપમાન અને સ્થળની જરૂરીયાતને અનુરૂપ વૃક્ષારોપણ-ગ્રીનકવર થવુ જોઈએ.
આઈઆઈટી ગાંધીનગરના અર્થસાયન્સ અને સિવિલ એન્જાિનિયરિગ ડિપાર્ટમેન્ટના અધ્યાપક ઉદિત ભાટીયાના વડપણ હેઠળઈન્સ્ટિટયુટના રિસર્ચ ગ્રેજ્યુએટ તેમજ પીએચડી સ્કોલર્સ પોસ્ટ ડોક્ટરરલ રિસર્ચરની ટીમ દ્વારા અર્બન ગ્રીનિગ એટલે કે શહેરી હરિયાળી વિસ્તાર પર રિસર્ચ કરવામા આવ્યુ હતું. જે નેચર કમ્યુનિકેશન જર્નલમાં પણ પબ્લિશ થયુ હતું.
આ રિસર્ચ સ્ટડીમાં ભારતના ૧૩૮ શહેરોનું એનાલિસીસ કરવામા આવ્યુ છે.આ ૧૩૮ શહેરોમાં અમદાવાદ તેમજ ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીધામ અને જુનાગઢનો પણ સમાવેશ થાય છે.રીસર્સના તારણો મુજબ અમદવાદ ગરમ અર્ધશુષ્ક વાતાવરણ ધરાવે છે અને અહીં હવામાં તાપમાનનું પ્રમાણ વધારે હોવા સાથે ગરમ હવા ફૂંકાય છે.જ્યારે મુંબઈ સહિતના દરિયાઈકાંઠાના શહેરોની હવા ભેજ સાથે અલગ તાપમાન-વાતાવરણ ધરાવે છે.
અમદાવાદમાં વાતાવરણ- પર્યાવરણને અનુરૂપ સ્માર્ટ ગ્રીનિગ જરૂર છે. અમદાવાદમાં માત્ર આડેધડ ગ્રીનકવર કે વૃક્ષારોપણ વધારવાને બદલે માત્ર આંકડો વધારવાને બદલે ચોક્કસ હોટસ્પોટ-ગરમ થવુ જોઈએ. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ૧ કિ.મી. હીટ ઈન્ડેક્સ મેપ્સના આધારે હીટ પ્લાનિગ થવુ જોઈએ. સંશોધકોના મતે માત્ર વૃક્ષો વાવવા પુરતા નથી. અમદાવાદ સ્થળ ધરાવતા વિસ્તારો-પોકેટ્સ નક્કી કરીને વૃક્ષારોપણ સહિત વધુ હીટ ધરાવતા શહેરોમાં મહત્તમ ઠંડક વધારવા માટે આબોહવાને અનુરૂપ અને વિસ્તારની જરૂરીયાત તથા શહેરી ગીચતા તથા વેન્ટીલેશન સહિતના માપંદડો મુજબ ગ્રીનકવર વધારવુ પડશે.ખાસ કરીને સ્કૂલો,આરોગ્ય કેન્દ્રો તેમજ બસસ્ટેન્ડની આસપાસ વધુ વૃક્ષો વાવવા જોઈએ.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
