તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ: ગુનાહિત પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા તંત્ર એલર્ટ
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ પ્રકારનાં વાહનોને રોકીને પોલીસ કર્મચારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ: વાહનોની સાથે શંકાસ્પદ હિલચાલ પર પણ પોલીસ નજર

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ પ્રકારનાં વાહનોને રોકીને પોલીસ કર્મચારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. વાહનોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ કે ગુનાહિત સામાનની હેરાફેરી થઈ રહી નથી ને તે અંગે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બોર્ડર પરથી પસાર થતાં વાહનોની સાથે શંકાસ્પદ હિલચાલ પર પણ પોલીસ નજર રાખી રહી છે. દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગુજરાતમાં કોઈ પ્રતિબંધિત સામાન પ્રવેશી ન શકે તે માટે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
