<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ :અમિતકુમાર વિશ્વકર્મા

રાજ્યભરમાં ચાલતા નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ બોટ અને અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરાયું

વલસાડ :ગુજરાતમાં આતંકવાદી ઘટનાઓ અટકાવવા ત્યારબાદ સામાન્ય જણાતી પરિસ્થિતિમાં સુરક્ષામાં જરા પણ ચૂક ન રહી જાય તે હેતુથી મરીન કમાન્ડોનું રીહસલ કરાતું હોય છે આવા રીહસલ લઈને વલસાડ પોલીસ સતર્ક બની છે. ગત રોજ વલસાડ જિલ્લાના નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં રાજ્યના મરીન કમાન્ડોની ટીમો દ્વારા વિશેષ સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેથી કરીને દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષામાં જરા પણ ચૂક ન રહી જાય તેમાટે પ્રયાસ હાથ ઘરવમાં આવ્યું હતું
     ગુજરાતમાં કોઈ આતંકવાદી ઘટના બને ત્યારે અને તેના તુરંત બાદનો હાઈ એલર્ટનો સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે. જોકે, આ બંને સમયગાળા કરતા પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ જ્યારે પરિસ્થિતિ નોર્મલ બને ત્યારનો હોય છે. જો આ સામાન્ય જણાતા સમયમાં પૂરતી તકેદારી રાખવામાં આવે, તો ભવિષ્યની મોટી કટોકટીઓને ટાળી શકાય છે. આ જ બાબતને ધ્યાને રાખીને દરિયાઈ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે.
આ સ્પેશિયલ પેટ્રોલીંગ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એ. એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. જેમાં મરીન સેક્ટર કમાન્ડર એસ. જે. પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક એ. એમ. કુગસીયાના નેતૃત્વમાં મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો જોડાઈ હતી.
 મરીન કમાન્ડો ધ્વરા તપાસમાં શું આવરી લેવાયુ
નાની ભાગળથી મોટી ભાગળ: સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ.
શંકાસ્પદ બોટ: દરિયામાં અવરજવર કરતી કે લાંગરેલી શંકાસ્પદ બોટની તપાસ.
શંકાસ્પદ ઈસમો: વિસ્તારમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ.
અવાવરુ જગ્યાઓ: ડુંગરાળ કે અવાવરુ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ.
આ  મરીન કમાન્ડો ઓપરેશનમાં PSI એસ. એસ. પઠાણ અને PSI કે. સી. પટેલ સહિતના મરીન કમાન્ડોએ ખડેપગે રહીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી

(1:23 PM IST)