તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન તબીબોને અત્યંત ઓછા સ્ટાઇપેન્ડ સામે હવે વિરોધનો સૂર
સરકારી અને ખાનગી કોલેજો વચ્ચે સ્ટાઇપેન્ડની રકમમાં રહેલી મોટા તફાવતના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ

અમદાવાદ :રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન તબીબોને મળતા અત્યંત ઓછા સ્ટાઇપેન્ડ સામે હવે વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. સરકારી અને ખાનગી કોલેજો વચ્ચે સ્ટાઇપેન્ડની રકમમાં રહેલી મોટા તફાવતના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્ટર્ન તબીબો દ્વારા લાંબા સમયથી ખાનગી કોલેજોમાં સ્ટાઇપેન્ડ વધારવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા તેઓ આક્રમક મુડમાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં ઇન્ટર્ન તબીબોને દર મહિને 21,800 રૂપિયા સ્ટાઇપેન્ડ પેટે આપવામાં આવે છે, જ્યારે તેની સામે ખાનગી મેડિકલ કોલેજોમાં માત્ર 6,000 રૂપિયા જેટલી નામમાત્ર રકમ જ આપવામાં આવે છે. બંને ક્ષેત્રે સમાન કામગીરી અને સેવાઓ આપવા છતાં સ્ટાઇપેન્ડમાં આટલો મોટો તફાવત હોવાના કારણે તબીબી વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ યુવા તબીબો હવે પોતાના હક માટે મેદાને ઉતર્યા છે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ પાછળ નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ની માર્ગદર્શિકા સ્પષ્ટ નહીં હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે ખાનગી કોલેજો પોતાના નિયમો મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવી રહી છે. હવે તમામ ઇન્ટર્ન વિદ્યાર્થીઓની મીટ NMC ના આગામી સત્તાવાર નિર્ણય પર ટકેલી છે કે તેઓ આ મામલે શું સ્પષ્ટતા કરે છે. જો ટૂંક સમયમાં કોઈ યોગ્ય પરિપત્ર કે નિયમ નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી પૂરી સંભાવના સેવાઈ રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
