<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઊંઝા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક બાદ ભાજપમાં આંતરિક અસંતોષની જ્વાળા ભભૂકી

AKP યુવા સંગઠનના મંત્રી મહેન્દ્રભાઈ પટેલે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ કમિટીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો.

ઊંઝા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક બાદ ભાજપમાં આંતરિક અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. AKP યુવા સંગઠનના મંત્રી મહેન્દ્રભાઈ પટેલે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ કમિટીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો  પત્રમાં આક્ષેપ કરાયો છે કે 'સમરસ ઊંઝા' બનાવવા આખા સમાજે સહકાર આપ્યો, છતાં હોદ્દાની વહેંચણીમાં આંટા કડવા પાટીદાર સમાજની ઘોર ઉપેક્ષા કરાઈ છે . ચૂંટણી બિનહરીફ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સમાજને સત્તા મળતા જ પક્ષ ભૂલી ગયો છે . આ નિર્ણયથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી સંગઠન અને ધારાસભ્યની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે .

(6:57 PM IST)