તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 30th April 2026
નવસારીમાં મેયર પદને લઈને ભાજપમાં આંતરિક કવાયત તેજ : અશોક ધોરાજીયાનું નામ આગળ
પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક પર પુરૂષ ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચા

નવસારીમાં મેયર પદને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કવાયત શરૂ થઈ છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક પર પુરૂષ ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટી વર્તુળોમાં મળતી માહિતી મુજબ અશોક ધોરાજીયાનું નામ મેયર પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. તેમને અનુભવી અને સંગઠનના માહેર કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. અશોક ધોરાજીયાએ દક્ષિણ ગુજરાતના સંગઠન માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે પાર્ટીમાં તેમના નામને લઈને સહમતિ બનવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
