<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગુજરાત સરકારના ‘ઓપરેશન ગંગાજળ’માં ફરજિયાત નિવૃત્તિનો આંકડો સદી તરફ? ૮૫થી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થયાનો અહેવાલ

બે આઈએએસ સહિત વિવિધ કેડરના અધિકારીઓને સમય પહેલાં નિવૃત્તિ : હજુ એક ડઝન જેટલા અધિકારીઓ સરકારની નજર હેઠળ હોવાની ચર્ચા

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને સેવાકીય રેકોર્ડની સમીક્ષા અંતર્ગત અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવાની કાર્યવાહી વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બની છે. ‘ધ સેક્રેટરિયેટ’ના ૩૧ ઑક્ટોબરના અહેવાલમાં અત્યાર સુધીમાં ૮૫થી વધુ અધિકારીઓને સમય પહેલાં નિવૃત્ત કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

અહેવાલ મુજબ કાર્યવાહીનો વ્યાપ આઈએએસ અધિકારીઓ, અધિક કલેક્ટરો, નગર નિયોજકો, નાયબ કલેક્ટરો તથા અન્ય કેડર સુધી પહોંચ્યો છે. તાજેતરમાં આઈએએસ અધિકારી કે. રાજેશ અને ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત્તિ આપવાની કાર્યવાહી થઈ હતી. ત્યારબાદ ગુજરાત વહીવટી સેવાના ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

 

અહેવાલમાં આગામી સમયમાં વધુ એક ડઝન જેટલા અધિકારીઓ સામે પગલાં લેવાઈ શકે તેવી ચર્ચા વ્યક્ત કરવામાં આવી છે. આ ગતિ યથાવત રહે તો ૨૦૨૭ની ચૂંટણી પહેલાં ફરજિયાત નિવૃત્તિનો આંકડો ૧૦૦ને વટાવી શકે છે. 

(9:59 PM IST)