તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
પાટણના સાંતલપુરમાં ચૂંટણી અદાવતનો મામલો ગરમાયો : તાલુકા પંચાયત પ્રમુખ સહિત બે સામે જીવલેણ હુમલાની ફરિયાદ
ફરિયાદના આધારે સાંતલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ જિલ્લાના સાંતલપુરમાં ચૂંટણી અદાવતનો મામલો વધુ ગરમાયો છે, જ્યાં બે દિવસ અગાઉ થયેલા હુમલાના કેસમાં આખરે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને વર્ધુભા જાડેજા સામે દીપકસિંહ જાડેજા નામના વ્યક્તિ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ચકચારી ઘટનાને પગલે ભોગ બનનાર પક્ષ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે સાંતલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
