<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

શીશા ગામની સીમમાં કોઈ વસ્તુ પીવડાવીને પિતાજીને મારી નાખ્યા હોવાનો વહેમ રાખી મારામારી કરનાર ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ

આરોપીઓ દુરથી બુમો પાડી ફરીયાદીને ગમે તેવી ગાળો બોલી તું અમારા હાથમાં આવશે તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા શીશા ગામની સીમમાં કોઈ વસ્તુ પીવડાવીને પિતાજી ને મારી નાંખેલ તેવો શક વહેમ રાખી મારામારી કરનાર ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે
    મળતી માહિતી અનુસાર કરમાભાઈ સોનિયાભાઈ વસાવા ( રહે.માલ દુકાન ફળીયુ તા.દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સામેવાળા (૧) જીગાભાઇ માદિયાભાઈ વસાવા( રહે.ઔપાણી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) દાતિયાભાઇ માદિયાભાઇ વસાવા( રહે.ઓઘાણી તા. અક્કલકવા જી.નંદરબાર (મહારાષ્ટ્ર) તથા (૩) માંગીથાભાઈ પારસીભાઈ વસાવા( રહે. કોટલી તા.અક્કલકવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ (૪) કાલિયાભાઈ નવાભાઈ વસાવા (રહે.માલ, ઉબાબારા ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) તથા (૫) રમણીયાભાઈ ચમારીયાભાઈ વસાવા રહે.માલ, ઉબાબારા ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )તથા (૬) પીચનીયાભાઈ ચમારીયાભાઈ વસાવા( રહે.માલ, ઉંબાબારા ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ પૈકી રમણીયા વસાવા અને પીચનીયાભાઈ વસાવા નાઓના પિતાજી ચમારીયાભાઈ નાઓ ફરીયાદી  ના સગા બનેવી થતા હતા. જેમનુ બે વર્ષ પહેલા કોઈ બિમારીના કારણે મોત થયું હોય,  પરંતુ આ બંને પુત્રો તેમના પિતાજીને ફરીયાદીએ કોઈ વસ્તુ પીવડાવીને મારી નાંખેલ તેવો શક વહેમ રાખી ફરીયાદી શીશા ગામના થવાપાણી જંગલ વિસ્તારમાં ઢોરો ચારતો હતો તે વખતે જીગાભાઇ માદિયાભાઇ વસાવાએ તેમને છુટ્ટો પથ્થર મારતા ડાબા પગમાં સામાન્ય ઈજા થયેલ ત્યાર બાદ થોડીવાર પછી જીગાભાઈનુ ઉપરાણુ લઈને દાતિયાભાઇ માદિયાભાઈ વસાવા તથા માંગીયાભાઇ પારસીભાઈ વસાવા નાઓ પણ આવી ફરીયાદીને માર મારવા દોડી ગયેલ પરંતુ ફરીયાદી પકડાયેલ નહીં જે પછી ફરીયાદી શીશા ગામની સીમમાં ખેતરોમાં હતો તે વખતે ફરીવાર આરોપીઓ ફરીયાદીને મારવા દોડી ગયેલ પરંતુ ફરીયાદી પકડાયેલ નહીં ત્યારબાદ આરોપીઓ દુરથી બુમો પાડી ફરીયાદીને ગમે તેવી ગાળો બોલી તું અમારા હાથમાં આવશે તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી ગુનો કરતા દેડિયાપાડા પોલીસ છ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:50 PM IST)