News of Friday, 3rd July 2026
R.T.I. હેઠળની અરજીઓ પ્રત્યે હકારાત્મક અભિગમથી લોકોની સમસ્યા નિવારવાનો ધ્યેય જરૂરી : જયદીપ દ્વિવેદી
અમદાવાદ કોપોરેશનના અધિકારીઓને તાલીમ પ્રસંગે માહિતી આયોગના સચિવનું ઉદબોધન

અમદાવાદ મહાનગરપાલિકામાં માહિતી અધિકાર હેઠળની તાલીમના મુખ્ય વકતા ગુજરાત માહિતી આયોગના સચિવશ્રી જયદીપ દ્વિવેદીનું ડે. મ્યુ. કમિશનર પી.આર. જાષી (જી.એ. એસ.) એ સ્વાગત કરેલ તે પ્રસંગેની તસ્વીર.
અમદાવાદ, તા. ૩ : માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (RTI Act)ના અસરકારક અમલીકરણ તેમજ શાસકીય કાર્યમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિડ્ઢિત કરવા માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા ગુરુવારે અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા ગુજરાત માહિતી આયોગના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૬૦૦ જેટલા જાહેર માહિતી અધિકારીઓ (Public Information Officers) અને પ્રથમ અપીલ અધિકારીઓ (Appellate Officers) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિસ્તૃત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત માહિતી આયોગના સચિવ જયદીપ દ્વિવેદીએ તાલીમ દરમિયાન માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની વિવિધ જોગવાઈઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે RTI અરજીઓના સમયસર અને કાયદેસર નિકાલનું મહત્વ સમજાવતાં જાહેર માહિતી અધિકારીઓની જવાબદારીઓ, માહિતી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા, કાયદા હેઠળની સમયમર્યાદા, પ્રથમ અને દ્વિતીય અપીલની પ્રક્રિયા તેમજ માહિતી પ્રદાન કરતી વખતે ધ્યાનમાં રાખવાના કાનૂની પાસાઓ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે માહિતી અધિકાર હેઠળની અરજી પ્રત્યે નીતિ-નિયમ મુજબ હકારાત્મક અભિગમ રાખી લોકોની સમસ્યા દૂર કરવવાનો ધ્યેય રાખવા અનુરોધ કર્યો હતો.
તાલીમ દરમિયાન અધિકારીઓને RTI અરજીઓના યોગ્ય અને અસરકારક નિકાલ માટે પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેથી નાગરિકોને સમયસર અને પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ કરાવી શકાય. કાર્યક્રમનો મુખ્ય હેતુ અધિકારીઓમાં માહિતી અધિકાર કાયદા અંગે વધુ જાગૃતિ લાવવાનો તેમજ શાસકીય કામગીરીમાં પારદર્શિતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવાનો રહ્ના હતો.
આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર પાલિકાના જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારી ઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ અંદાજે ૬૦૦ સહભાગીઓ ઉપસ્થિત રહ્ના હતા.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
