તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા હોય ભૂખે નહિ મરે .... એવો એક ઘટના સુરતમાં બની ....
ઉધના-બમરોલી રોડ પર એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના ‘એક કા ડબલ’ રેકેટ:250 લોકો સાથે રોકાણના બહાને રૂ. 10 કરોડની ઠગાઈ ,બે આરોપી ને સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી

ઉધના-બમરોલી રોડ પર એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના બોર્ડ પાછળ ચાલતા કરોડોના નાણાકીય કૌભાંડને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે. BG Wealth Sharing ના નામે રોકાણકારોને માત્ર 54 દિવસમાં નાણાં બમણા કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના બે સાગરીતોને સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ઓફિસમાંથી રોકડ, નોટ ગણવાનું મશીન અને મોબાઈલ સહિત રૂ. 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉધના બમરોલી રોડ પર ભાટિયા કોમ્પ્લેક્સમાં નિરજસિંહ રાજપૂતે તેના સાગરીત અજયસિંહ રાજપૂત સાથે ભાડે ઓફિસ રાખી હતી. લોકોની આંખમાં ધૂળ નાખવા ઓફિસની બહાર અંશ એન્ટરપ્રાઈઝ એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગનું બોર્ડ લગાવ્યું હતું. જો કે અંદર BG Wealth Sharing કંપની ઊભી કરી રોકાણકારોને 300થી 1 હજાર ડોલરના રોકાણ પર દરરોજ 1.3% નફાની લાલચ અપાતી હતી.
સાયબર ક્રાઇમે 9મી તારીખે રેડ પાડી ત્યારે ઓફિસમાંથી બે આરોપીઓ અને 4 રોકાણકારો મળી આવ્યા હતા.આરોપી નિરજસિંહ રોકાણકારો પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવી સુરતના જ સુપારસ શેઠીયાને પહોંચાડતો હતો, જેના બદલામાં સુપારસ નિરજસિંહના ડિજિટલ વોલેટમાં USDT (ક્રિપ્ટોકરન્સી) લોડ કરી આપતો હતો.
BG Wealth Sharing ની લોભામણી સ્કીમમાં અત્યાર સુધીમાં આશરે 250 થી વધુ રોકાણકારોએ 10 કરોડથી વધુની રકમ ગુમાવી હોવાની આશંકા છે. મોટાભાગના રોકાણકારો સોશિયલ મીડિયા મારફતે આરોપીના સંપર્કમાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે આ સ્કીમમાં સૌથી વધુ નાણાં રોકનારા સુરતના જ લોકો છે. હાલમાં 40 જેટલા ભોગ બનનાર રોકાણકારો પોલીસ સમક્ષ આવ્યા છે.
એમ્બ્રોઇડરીના ધંધામાં રોકાણના નામે રૂપિયા લઈ ક્રિપ્ટોમાં નાખ્યા
પર દરરોજ 1.3% નફાની લાલચ અપાતી હતી. સાયબર ક્રાઇમે 9મી તારીખે રેડ પાડી ત્યારે ઓફિસમાંથી બે આરોપીઓ અને 4 રોકાણકારો મળી આવ્યા હતા.આરોપી નિરજસિંહ રોકાણકારો પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવી સુરતના જ સુપારસ શેઠીયાને પહોંચાડતો હતો, જેના બદલામાં સુપારસ નિરજસિંહના ડિજિટલ વોલેટમાં USDT (ક્રિપ્ટોકરન્સી) લોડ કરી આપતો હતો.
નિરજસિંહ રાજપૂતે ડિસેમ્બરમાં સ્કીમ શરૂ કરી હતી. સ્કીમ વિશે તેના ભાઈ સુનિલસિંહના મિત્રો અલાઉદ્દીન અને ઈમરાન વોરાએ માહિતી આપી હતી. શરૂઆતમાં નિરજસિંહે પોતે રૂ. 46500નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેણે ચેઈન બનાવી અન્ય રોકાણકારો લાવવાનું શરૂ કર્યું હતું.
ડિસેમ્બરથી ઠગાઈ શરૂ કરી
કેટલા આરોપીઓ પકડાયા
નિરજસિંહ ઘનશ્યામસિંહ રાજપુત (43)(રહે, લક્ષ્મી નારાયણનગર, પાંડેસરા)
અજયસિંહ ઉમાશંકર રાજપુત(44)(રહે,હેગડેવાર વસાહત, ઉધના)
વોન્ટેડ આરોપી :અલાઉદ્દીન (રહે, ઉનપાટિયા, ભેસ્તાન)ઈમરાન વોરા સુપારસ શેઠીયા
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
