News of Friday, 27th November 2026
સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે જબીર ઉર્ફે જબા હારૂન શેખ ઝડપાયો: 977.5 ગ્રામ ગાંજો જપ્ત
આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના એક વોન્ટેડ શખ્સ પાસેથી ગાંજો મેળવીને છેલ્લા બે મહિનાથી સુરતમાં વેચાણ કરવા માટે આવતો

સુરતના સલાબતપુરામાં આવેલા ગૌસીયા કબ્રસ્તાન પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને જબીર ઉર્ફે જબા હારૂન શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 977.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 48,875 થાય છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન અને ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 1,09,955નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના એક વોન્ટેડ શખ્સ પાસેથી ગાંજો મેળવીને છેલ્લા બે મહિનાથી સુરતમાં વેચાણ કરવા માટે આવતો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
