તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
રાજયસભાના શાસક પક્ષના દંડક પદે જશવંતસિંહ પરમાર

રાજકોટ, તા.૨૩: રાજયસભામાં શાસક પક્ષ ભાજપના ગુજરાતના સંસદીય દળના દંડક તરીકે સાંસદ શ્રી ડો.જશવંતસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. (મો. ૮૩૪૭૭ ૩૨૩૮૩) ડો. જશવંતસિંહ પરમાર (જનરલ સર્જન) એપ્રિલ ૨૦૨૪થી ભાજપના રાજયસભાના સભ્ય તરીકે કાર્યરત છે. લોકોના પ્રશ્નોને વાચા આપી તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહે છે. મૂળ પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના વાધજીપુર ગામના વતની છે. તેમણે તબીબી ક્ષેત્રની ઉચ્ચ પદવી અમદાવાદમાં અભ્યાસ કરીને મેળવી છે. રાજયસભામાં તેમની દંડક તરીકે વરણી થતા તેમને અભિનંદન મળી રહયા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
