<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

અમદાવાદના બાપુનગરમાં ફેક્ટરી પાસે ઈનોવા કાર સળગાવનાર આરોપી જયંતિ ઝાલાની ધરપકડ: પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ પૂછપરછ તથા કાયદેસરની તપાસ હાથ ધરી

 

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક ફેક્ટરી પાસે પાર્ક કરેલી ઈનોવા કારને આગ ચાંપી સળગાવી દેવાના ચકચારભર્યા બનાવમાં સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. બાપુનગર પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરીને આરોપી જયંતી બાલી ઝાલાની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું અને આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ પૂછપરછ તથા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(1:22 AM IST)