<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જવેલર્સોના શો-રૂમ સૂમસામઃ ઈમિટેશન જવેલરીની બોલબાલા વધી

વડાપ્રધાનની રાષ્ટ્રજોગ અપીલને નાગરિકોએ સહર્ષ સ્‍વીકારી : ૪ દિવસમાં સોનાનો ભાવ રૂા.૧૧,૫૦૦ વધ્‍યો, ચાંદીનો ભાવ રૂા.૨૯,૩૦૦ વધ્‍યો

વડોદરા,તા.૧૫: વડોદરામાં સરદારધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવા નાગરિકોને અપિલ કરી હતી. જેને પગલે જવેલસોંનો ધંધો ૪૦ ટકા ઘટયો છે. જ્‍યારે. ૧ ગ્રામ સોનાના ટચિગવાળી ઇમિટેશન જવેલરીનું વેચાણ બમણું થયું છે.

વડાપ્રધાન નરેન્‍દ્રમોદીની અપિલ નાગરિકોએ સહર્ષ સ્‍વીકારતા શહેર-જિલ્‍લાના નાના-મોટા ૩૫૦ જવેલર્સોના શો-રૂમ, દુકાનો સૂમસામ બની છે.

જ્‍યારે, બીજીબાજુ કેન્‍દ્ર સરકારે ગોલ્‍ડ-સિલ્‍વર પર ઈમ્‍પોર્ટ ડ્‍યુટી ૬ ટકાથી ૧૫ ટકા કરી દીધી છે. પાંચ દિવસ પૂર્વે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩.૧,૫૬,૭૦૦ હતો. જેમાં. રૂ.૧૧.૫૦૦ વધારો નોંધાતા હવે રૂ.૧,૬૮,૨૦૦ થયો છે. ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૮,૮૦૦ હતો. જેમાં, રૂ.૧૦,૨૦૦નો વધારો નોંધાતા હવે રૂ.૧,૪૯,૦૦૦ થયો છે. જ્‍યારે, ચાંદીનો ૧ કિલોનો ભાવ રૂ.૨.૭૪,૫૦૦ હતો. જેમાં રૂ.૨૯,૩૦૦ વધારો થતા હવે રૂ.૩,૦૩,૮,૦૦ થયો છે. જેને પગલે સોનાની ખરીદી ૪૦ ટકા અને ચાંદીની ખરીદી ૩૦ ટકા ઘટી હોવાનું જવેલર્સ રામાનંદ ગણદેવીકરે જણાવી ઉમેર્યું હતું કે રાષ્ટ્રહિતમાં સરકારના નિર્ણયને સ્‍વીકાર્યા વગર છૂટકો નથી. અલબત્ત, મોટા શો-રૂમના જંગી ખર્ચાને

કેવી રીતે પહોંચી શકાશે? એ જવેલર્સો માટે ચિતાનો વિષય બન્‍યો છે. ઉલ્‍લેખનીય છે કે છેલ્‍લા કેટલાયે સમયથી સોનાની ખરીદી ૬૦ ટકા થટી હતી. જે હવે ૩૦ ટકા જેટલી રહેવાની સંભાવના છે.

ઇમિટેશન જવેલરીની ખરીદીમાં ૫૦% સુધીનો વધારો

ગોલ્‍ડ-સિલ્‍વરના ભાવ આસમાનને આંબતા ખરીદી સડસડાટ ઘટી રહી છે. જ્‍યારે, સસ્‍તી ઇમિટેશન જવેલરીની ખરીદી ૫૦ ટકા વધવા પામી છે. રાજકોટ-બગસરાથી આવતી ૧ ગ્રામ સોનાના ટચિગ-પોલિસવાળી જવેલરીની બોલબાલા વધી છે. જેના અંતર્ગત કારણોમાં સસ્‍તી-સારી બ્રાઇ ડલ જવેલરી, દુલ્‍હન સેટ, પગના પાયલ, ગોટા ચાંદી પાયલ, બંગડી, મંગળસુત્ર, હાર સેટ, કાન ચેઇન, કંદોરા, વિટી, અંગુઠી, સાડી પિન-બ્રોચ સહિતના ઇમિટેશન ઘરેણાંની ખરીદીમાં ધમધમાટ વર્તાવા લાગ્‍યો છે.

ઇમિટેશન જવેલરીની માયાજાળ

ગોલ્‍ડ-સિલ્‍વર, ઓક્‍સોડાઇઝ, હેરિટેજ સેટ, બ્રાઇડલ જવેલરી તેમજ એ. ડી.જવેલરી રૂ.૫૦થી ૫૦૦૦ સુધી મળે છે. જે સોના કરતા પણ વધુ ચમકદાર-કલાત્‍મક હોય છે. જેથી શુભપ્રસંગોમાં ખુબજ માંગ રહે છે. મુંબઇના મલાડ, કાંદીવલી, ગોરેગાંવ, કોલકાતાથી એ.ડી.જવેલરી, જયપુર-દિલ્‍હીથી ઓક્‍સોડાઇઝ-એન્‍ટિક જવેલરી આવે છે. ઇમિટેશન સિલ્‍વર જવેલરી મથુરા-આગ્રાથી આવે છે. સૌથી વધુ ઇમિટેશન જવેલરી રાજકોટ-બગસરાથી આવે છે.

(10:09 AM IST)