તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 8th September 2026
મહિસાગરના સંતરામપુરના ઝાલદડા ગામે કળયુગી પિતાએ પોતાના 3 વર્ષના દીકરાને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતાર્યો
પત્ની સાથેના ઝઘડા અને ચારિત્ર્ય પર શંકા રાખી પિતાએ જ પોતાના 3 માસના વહાલસોયા પુત્ર લવ્યાંશની હત્યા કરી.

મહીસાગરમાં કળયુગી પિતાએ પોતાના 3 વર્ષના સગા દીકરાને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો, સંતરામપુરના ઝાલદડા ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પત્ની સાથેના ઝઘડા અને ચારિત્ર્ય પર શંકા રાખી પિતાએ જ પોતાના 3 માસના વહાલસોયા પુત્ર લવ્યાંશની હત્યા કરી હતી પિયર જવાની બાબતે ઝઘડો થયો હતો , પત્ની વારંવાર પિયર કેમ જાય છે તેવી તકરાર કરી. આવેશમાં આવી પિતા આશીષ ભુરીયાએ પુત્રને ઘર નજીકના કૂવામાં ફેંકી દીધો હતો માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું બાળકની લાશ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલાઈ હતી પત્ની હિનાબેનની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.હતી
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
